માત્ર 5.9 લાખ રૂપિયામાં ઘરે લઈ આવો મહિન્દ્રા થાર, ફીચર્સ અને લુક જોઇને તમે પણ દીવાના થઇ જશો

જો તમે યુઝ્ડ કાર(Used cars) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કેટલીક એવી કાર્સની માહિતી લઈને આવ્યા છીએ, જે જૂની હોવાને કારણે…

જો તમે યુઝ્ડ કાર(Used cars) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કેટલીક એવી કાર્સની માહિતી લઈને આવ્યા છીએ, જે જૂની હોવાને કારણે ઓછી કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. અમે આ કારોને મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ (Mahindra First Choice)ની વેબસાઈટ પર 24 જૂન 2022ના રોજ જોઈ છે.

2014 HONDA AMAZE 1.5 VXMT I DTEC માટે રૂ. 3.91 લાખની માંગણી કરવામાં આવી છે. કારે અત્યાર સુધીમાં 78696 કિમીનું અંતર કાપ્યું છે. કારમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ એન્જિન છે. આ બીજી માલિકની કાર છે, જેનો રંગ બ્રાઉન છે. તે દિલ્હીમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર તેને 10માંથી 7 રેટિંગ આપવામાં આવ્યું છે.

2017 MAHINDRA KUV100 K4 6 સીટર માટે રૂપિયા 4.75 લાખની માંગણી કરવામાં આવી છે. કારે અત્યાર સુધીમાં 18200 કિમીનું અંતર કાપ્યું છે. કારના ટ્રાન્સમિશનની માહિતી આપવામાં આવી નથી. તેમાં ડીઝલ એન્જિન છે. આ પહેલી માલિકની કાર છે, જેનો રંગ લાલ છે. તે દિલ્હીમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

2015 MAHINDRA THAR CRDE 4X4 AC માટે 5.9 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. કારે અત્યાર સુધીમાં 52795 કિમીનું અંતર કાપ્યું છે. કારમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ડીઝલ એન્જિન છે. આ પ્રથમ માલિકની કાર છે. તેનો રંગ લાલ છે. તે દિલ્હીમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. વેબસાઇટ પર તેને 10 માંથી 7.4 રેટિંગ આપવામાં આવ્યું છે.

2016 HYUNDAI CRETA 1.6 CRDI SX માટે રૂ. 8.9 લાખની માંગણી કરવામાં આવી છે. કારે અત્યાર સુધીમાં 69254 કિમીનું અંતર કાપ્યું છે. કારના ટ્રાન્સમિશનની માહિતી આપવામાં આવી નથી. તેમાં ડીઝલ એન્જિન છે. આ પ્રથમ માલિકની કાર છે. તે સફેદ રંગનો છે અને દિલ્હીમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *