IPLમાં જોરદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરીયાએ કહ્યું હું આ હિરોઈન સાથે જવા માંગુ છું ડેટ પર

Published on Trishul News at 12:16 PM, Wed, 21 April 2021

Last modified on April 21st, 2021 at 12:16 PM

આઈપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ગુજરાતના ભાવનગરના વાતની ડાબોડી ઝડપી બોલર ચેતન સાકરીયાએ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે ડેટ પર જવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. સાકરિયાએ ગયા સોમવારે આઈપીએલની શરૂઆત કરી હતી. તેણે પંજાબ કિંગ્સ સામેની ડેબ્યૂ મેચમાં કુલ ત્રણ વિકેટ સાથે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.

ડેબ્યુ આઈપીએલ મેચમાં સાકરિયાએ 31 રન આપીને 3 વિકેટ લીધી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સાકરિયાએ પોતાની ચાર ઓવરમાં પંજાબના ચાર ખેલાડીઓને ૩૧ રન આપી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાજસ્થાનએ ચેતન સાકરિયાને આઈપીએલની હરાજીમાં એક કરોડ 20 લાખમાં ખરીદ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીએ બુધવારે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો જેમાં ટીમના ઝડપી બોલર આકાશ સિંહ અને ચેતન સાકરીયા મનોરંજક રીતે એક બીજાનો ઇન્ટરવ્યૂ લેતા જોવા મળે છે.

સાકરીયાનો રોલ મોડેલ યુવરાજ સિંહ છે
વીડિયોમાં ચેતન જાહેર કરે છે કે યુવરાજ સિંહ તેમનો રોલમોડેલ છે. ચેતનએ કહ્યું કે બાળપણમાં તેને સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી તરીકે યુવરાજને પસંદ કરતા હતા. તેથી તેને પણ યુવીની બેટિંગ ગમે છે. સૌરાષ્ટ્ર તરફથી ઘરેલું ક્રિકેટ રમતા સાકરીયાએ કહ્યું કે તેણે પોતાની કારકિર્દીમાં બેટ્સમેન તરીકે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ચેતનએ કેએલ રાહુલને સદી ફટકારતા અટકાવ્યો હતો
તેની પ્રથમ મેચમાં સાકરિયા દ્વારા આઉટ કરાયેલા ખેલાડીઓમાં પંજાબના મયંક અગ્રવાલ અને કેપ્ટન કે.એલ. રાહુલ અને ત્રીજી વિકેટ રિચડરસનની હતી. જોકે રાજસ્થાન રોયલ્સ આ મેચ હારી ગયુ હતું, પરંતુ સાકરીયાના શ્રેષ્ઠ પ્રદર્શનની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે.

અનન્યા પાંડે માટે આ કહ્યું
જ્યારે આકાશ સિંહે ચેતનને પૂછ્યું કે તે કઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ પર લઇ જવા માંગે છે, તો ગોહિલવાડના આ બોલરે અનન્યા પાંડેનું નામ લીધું. સાકરીયાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર છે અને ‘બીચ’ પર અનન્યા સાથે કોફી માણવા માંગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "IPLમાં જોરદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરીયાએ કહ્યું હું આ હિરોઈન સાથે જવા માંગુ છું ડેટ પર"

Leave a comment

Your email address will not be published.


*