લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 20 લોકોને નડ્યો ગોઝારો અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત

Chhattisgarh Road Accident: છત્તીસગઢ (Chhattisgarh)ના બાલોદા બજાર (Baloda Bazar Accident) જિલ્લામાં લગ્નમાંથી પરત ફરતી વખતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત…

Chhattisgarh Road Accident: છત્તીસગઢ (Chhattisgarh)ના બાલોદા બજાર (Baloda Bazar Accident) જિલ્લામાં લગ્નમાંથી પરત ફરતી વખતે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત (Six people died in accident) થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ખારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જ્યારે પરિવારના સભ્યો એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને પીકઅપથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક પીકઅપ સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. સ્થળ પર હાજર સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

6 લોકોના મોત:

તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં 6 લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના સભ્યો એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. પીકઅપમાં 20 થી વધુ લોકો બેઠા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પીકઅપ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો.

મૃતકોમાં 5 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 5 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર મહિલાઓમાં ધનેશ્વરીની માતા, ધનેશ્વરી, ઘનશ્યામ, પ્રભા, શાંતિ અને હેમાનો સમાવેશ થાય છે. આ અકસ્માત ઘોડા પુલ નામના સ્થળે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ખોટી દિશામાં વાહન ચલાવવાને કારણે આ અકસ્માત થયો હતો.

પીકઅપની હાલત પરથી અકસ્માતની હદનો અંદાજ લગાવી શકાય છે. પીકઅપ વાહનનો પાછળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અને વાહનની ટક્કર થતાં જ 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તે જ સમયે, અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *