ડોકટરોને બદનામ કરવા વાળા બાબા રામદેવ પર ફરિયાદ દાખલ- ગમે તે ઘડી એ થશે ધરપકડ?

છત્તીસગઢના રાયપુર જિલ્લાની પોલીસ દ્વારા ભારતીય મેડિકલ એસોસિએશનના અધિકારીઓની ફરિયાદના આધારે યોગગુરુ રામદેવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાયપુર જિલ્લાના પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું…

છત્તીસગઢના રાયપુર જિલ્લાની પોલીસ દ્વારા ભારતીય મેડિકલ એસોસિએશનના અધિકારીઓની ફરિયાદના આધારે યોગગુરુ રામદેવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાયપુર જિલ્લાના પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, પોલીસે રામદેવ વિરુદ્ધ શહેરના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. આ કેસ ભારતીય મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો ડો.રાકેશ ગુપ્તા (અધ્યક્ષ હોસ્પિટલ બોર્ડ) અને અન્ય લોકોની ફરિયાદ બાદ નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુપ્તા અને અન્ય હોદ્દેદારોએ 26મે ના રોજ રામદેવ દ્વારા કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન તબીબી સમુદાય અને દવાઓની ખોટી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ એપીડેમિક એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું, દુષ્ટતાની ભાવનાથી ખોટી માહિતી ફેલાવી હતી અને સામાન્ય લોકોની નિંદા કરી હતી તેમજ સામાન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદમાં ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ભૂતકાળમાં ભારતનો આખો તબીબી સમુદાય, ભારત સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદ, વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા નિર્દેશિત અને છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતી કોરોના સંક્રમણની દવાઓ વિષે દુષ્પ્રચાર અને ધમકીવાળા વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રામદેવની ભ્રમિત માહિતી અને નિવેદનોને કારણે, આધુનિક તબીબી પ્રણાલીના ઉપયોગથી સ્વસ્થ થઈ રહેલા 90 ટકાથી વધુ દર્દીઓ આશંકાની સ્થિતિમાં આવશે અને તેમના જીવ જોખમમાં મૂકાશે.

આનાથી માત્ર મેડિકલ પેરામેડિકલ વર્ગ આક્રોશિત જ નહિ પરંતુ દેશમાં વીપરીત પરિસ્થિતિમાં સંઘર્ષ કરવામાં નિરાશા પણ નિરાશા ફેલાય છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્તા અને એસોસિએશનના અન્ય હોદ્દેદારોની ફરિયાદની તપાસ કર્યા બાદ પોલીસ દ્વારા રામદેવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *