ભારતીય વાયુસેનાએ પાણીનાં જોરદાર પ્રવાહમાં ફસાયેલ વ્યક્તિને બચાવીને કર્યું ખુબ જ પ્રશંસનીય કાર્ય – જુઓ વિડીયો…

છત્તીસગઢમાં જોરદાર વરસાદની વચ્ચે બિલાસપુર નજીક ખુન્ટાઘાટ ડેમનાં વેસ્ટવેરમાં એક વ્યક્તિ પાણીનાં જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી તે એક પત્થરની મદદથી ઝાડ…

છત્તીસગઢમાં જોરદાર વરસાદની વચ્ચે બિલાસપુર નજીક ખુન્ટાઘાટ ડેમનાં વેસ્ટવેરમાં એક વ્યક્તિ પાણીનાં જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો. મોડી રાત સુધી તે એક પત્થરની મદદથી ઝાડ પર ઊભો રહ્યો હતો. ઘણા કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ તેને બહાર કાઢી શકાયો નહીં. ત્યારબાદ રાજ્ય પોલીસની વિનંતી પર ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટરએ તેનો જીવ બચાવ્યો હતો.

રાયપુરથી ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટરની મદદથી સવારનાં 7 વાગ્યે યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. એ વ્યક્તિ પાણીની વચ્ચે ઝાડની મદદથી કુલ 16 કલાક સુધી ફસાયો હતો, પાણીનો પ્રવાહ એટલો બધો વધી ગયો હતો કે રતનપુર પોલીસ તથા બચાવ ટીમનાં કલાકોનાં પ્રયાસો પછી પણ યુવાનને બહાર કાઢી શકાયો ન હતો.

ત્યારપછી, રાયપુરથી ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર આવ્યા પછી યુવકને બચવી લેવામાં આવ્યો હતો. એક દિવસનો રજા હોવાંથી ત્યાં રવિવારે ઘણા લોકો ખુન્ટાઘાટની મુલાકાત માટે આવ્યા હતાં. તે જ ભીડમાં ઘણાં લોકો સ્નાન કરવાં માટે વેસ્ટ વિયરથી વહેતાં પાણીમાં કૂદી પડ્યા હતાં. પાણીનાં જોરદાર પ્રવાહને કારણે કુલ 2 યુવકો ત્યાંથી બહાર નીકળી ગયાં.

બિલાસપુર રેન્જનાં IG દિપંશુ કબરાએ જણાવતાં કહ્યું, કે ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર દ્વારા આજે છત્તીસગઢનાં બિલાસપુરની નજીક ખુટઘાટ ડેમ પર એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. ડેમમાં ભારે પ્રવાહને કારણે વાયુસેનાને બચાવ કામગીરી હાથ ધરવા માટેની વિનંતી કરવામાં આવી હતી. લોકોએ ભારતીય વાયુસેનાની ખૂબ પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *