નદીમાં માછલી પકડવા ગયો હતો યુવક, પોતાની જ જાળમાં ફસાઈને પાણીના પ્રવાહમાં તણાયો અને બીજા દિવસે મળી લાશ

Published on Trishul News at 7:38 PM, Sat, 31 July 2021

Last modified on July 31st, 2021 at 7:38 PM

છત્તીસગઢ: છત્તીસગઢના ધમતરીમાં એક યુવકે નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. યુવાન માછીમારી માટે શુક્રવારે ગયો હતો. જ્યારે તે રાત સુધી પરત ન ફર્યો ત્યારે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરુ કરી હતી. બીજા દિવસે યુવકનો મૃતદેહ શનિવારે સવારે નદીમાંથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવક માછીમારીની જાળમાં ફસાઈ ગયો અને નદીના તેજ પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. મામલો સિહાવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

મળતી માહિતી મુજબ, બિડગુડી હરપરામાં રહેતા પ્રકાશ કુંજામનો પુત્ર યશવંત કુંજામ શુક્રવારે માછીમારી માટે ગાવચ બોકરકટ્ટા પાસે નદીએ ગયો હતો. ત્યારબાદ, જ્યારે તે મોડી રાત સુધી પાછો ન આવ્યો ત્યારે પરિવારના સભ્યો શોધવા માટે બહાર ગયા હતા પરંતુ તેના વિશે કંઈ જાણ થઇ ન હતી. બીજા દિવસે શનિવારે વહેલી સવારે નદીમાં મૃતદેહ જોયો ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. આ પછી ડાઇવર્સની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, માછીમારી કરતી વખતે યુવાનનો પગ જાળીમાં ફસાઈ ગયો હતો. બચવાના પ્રયાસ કરતી વખતે, તે વધુ ફસાઈ ગયો અને નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ વાતની જાણ થતા ડાઇવર્સને બોલાવવામાં આવ્યા હતા. લગભગ એક કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ યુવાન પુત્રના મોતને કારણે પરિવારની હાલત ખુબ ખરાબ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "નદીમાં માછલી પકડવા ગયો હતો યુવક, પોતાની જ જાળમાં ફસાઈને પાણીના પ્રવાહમાં તણાયો અને બીજા દિવસે મળી લાશ"

Leave a comment

Your email address will not be published.


*