BREAKING NEWS: ગુજરાતમાં રાત્રી કર્ફ્યુંને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)ની પરિસ્થિતિ કેસ ઓછા થઇ જતા પહેલા કરતાં કંટ્રોલમાં છે અને હવે થોડા કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)ની પરિસ્થિતિ કેસ ઓછા થઇ જતા પહેલા કરતાં કંટ્રોલમાં છે અને હવે થોડા કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ(Night curfew) આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવ્યું છે.

કઈ તારીખ સુધી લંબાવવામાં આવ્યું રાત્રી કર્ફ્યૂ: 
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે રાજ્યનાં આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢમાં હજુ 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.

શું રહેશે રાત્રી કર્ફ્યૂનો સમય? 
અત્રે ઉલ્લેખનીય છે કે, નાઈટ કર્ફ્યૂનાં સમયને લઈને સરકાર દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્યના આઠ મોટા શહેરોમાં રાત્રિનાં 11થી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત જ રહેશે.

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે નવાં મંત્રીમંડળની રચના કરવામાં આવશે. ત્યારે આ નવા મંત્રીમંડળની રચના થયા બાદ તારીખ 16મીએ આ મંત્રીમંડળની શપથ વિધિ યોજવામાં આવશે.

રાજભવનમાં 16 સપ્ટેમ્બરના રોજ નવા મંત્રીમંડળની આ શપથવિધિ યોજાશે. એટલે એક વાત તો નક્કી છે કે, કાં તો આજ સાંજ સુધીમાં અથવા તો આવતી કાલ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવા મંત્રીમંડળની યાદી અચૂકથી જાહેર થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોને આવતી કાલ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટેની સૂચના આપવામાં આવી છે. આવતી કાલ રાતથી જ સંભવિત મંત્રીઓને કોલ કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે ગઠન:
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં ઝોન મુજબ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ટૂંક જ સમયમાં ગઠન કરવામાં આવશે. ત્યારે નવા મંત્રીઓને પોતાની ટીમમાં સમાવેશ કરી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *