શહીદના ઘરે થયો દીકરાનો જન્મ, ખોળામાં લઈને દાદા બોલ્યા, ‘આને પણ સેનામાં મોકલીશ’

0
820

જમ્મુ કાશ્મીરમાં 7મી ઓગસ્ટ 2018ના દિવસે ઋષિકેશ સ્થિત ગુમાનીવાલાના જાંબાઝ રાઈફલ મેન હમીન સિંહ પોખરિયાલ બાંદીપુરામાં ગુરેજ સેક્ટરમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થઈ ગયા હતા. જે સમયે તેઓ શહીદ હતા ત્યારે તેમની પત્ની પ્રગ્નેટ હતી. હવે તેમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે

દાદાએ આ દીકરાનું નામ શૌર્યવીર રાખ્યું છે. દાદાએ ગર્વથી કહ્યું કે તે પોતાના પૌત્રને પણ સેનામાં મોકલશે.

દાદા જયેન્દ્ર પોખરિયાલનું કહેવું છે કે તે પોતાના પૌત્રને દેશની રક્ષા કરવા માટે સેનામાં મોકલશે. તેમનું કહેવું છે કે શૌર્યવીરનો જન્મ થયા બાદ તેમના ઘરે ફરીથી એકવાર ખુશીઓ પાછી આવી છે.

તેમણે આગળ કહ્યું કે, પૌત્રના રૂપમાં તેમનો દીકરો પાછો આવ્યો છે. હાલમાં શહીદનો પરિવાર ઋષિકેશના શ્યામપુરમાં રહે છે.

જણાવી દઈએ કે હમીર પોખરિયાલ ભારતીય સેનામાં 36 રાષ્ટ્રીય રાઈફલમાં તૈનાત હતા. જે સમયે તેઓ શહીદ થયા, તેઓ બાંદીપુરામાં તહેનાત હતા. 7મી ઓગસ્ટની સાંજે આતંકીઓએ ગુરેજ સેક્ટરમાં ઘુસણખોરી કરી હતી. જેમાં હમીર પોખરિયાલ શહીદ થઈ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here