SMA રોગથી પીડાતા 10 મહિનાના બાળકને લેવું પડશે 16 કરોડનું ઈંજેક્શન- સરકાર પાસે માંગી મદદ

બિહાર: સ્પાઇનલ મસ્ક્યુલર સ્ટ્રોફી (SMA) રોગથી પીડાતા 10 મહિનાના અયાંશની મદદ માટે વિધાનસભામાં શુક્રવારે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મુરારી ગૌતમ અને ભાજપના ધારાસભ્ય…

બિહાર: સ્પાઇનલ મસ્ક્યુલર સ્ટ્રોફી (SMA) રોગથી પીડાતા 10 મહિનાના અયાંશની મદદ માટે વિધાનસભામાં શુક્રવારે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મુરારી ગૌતમ અને ભાજપના ધારાસભ્ય સંજીવ ચૌરસિયાએ અયાંશ માટે મદદની વાત કરી છે. સરકાર મદદ કરીને બાળકનો જીવ બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ હવે મદદના હાથ ઉભા થવા લાગ્યા છે. હવે વિધાનસભામાં પણ અયાંશની મદદ માંગવામાં આવી રહી છે. અયાંશને 16 કરોડનું ઈંજેક્શન લેવું પડશે. તેના માટે મદદ માંગવામાં આવી હતી.

પટનાના રૂપસપુરનો રહેવાસી આલોક કુમાર અને નેહા સિંહનો 10 મહિનાનો પુત્ર અયાંશ સિંહને એક દુર્લભ SMA રોગ છે. સરકાર અને વિધાનસભાના સભ્યોએ પીડિત બાળકની મદદની માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય મુરારી ગૌતમે શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. સંજીવ ચૌરસિયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું હતું કે, બાળકનો જીવ બચાવવા માટે મદદ કરવી જોઈએ. અયાંશના મામા અંકિત કુમારે જણાવ્યું હતું કે, લોકોની સહાયથી પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે 16 કરોડની જરૂર છે. તેમનું કહેવું છે કે, અપેક્ષા છે કે બિહારના લોકો 16 કરોડની વ્યવસ્થા કરશે.

અયાંશના પરિવારજનો કહે છે કે, ભોજપુરી ગાયક રાકેશ મિશ્રાએ 51 હજાર રૂપિયા આપ્યા છે. દાનપુરના ધારાસભ્ય રીતલાલ યાદવે 50 લાખ રૂપિયા આપ્યા છે. ચેનારીના ધારાસભ્યો મુરારી ગૌતમ અને સંજીવ ચૌરસિયાએ પણ અયાંશના ઘરની મુલાકાત લીધી છે. પૂર્વ ધારાસભ્ય રાજન તિવારીએ પણ ગુપ્ત સહયોગ આપ્યો છે. હિન્દુ પુત્ર સંગઠને 4 લાખની મદદ કરી છે. 1.5 લાખ અભિમન્યુ યાદવ દ્વારા પ્રાપ્ત થયા છે. સ્પર્શતા વીડિયો અને સમાચારો સાથે લોકો અયાંશની મદદ માટે આગળ આવ્યા છે.

અયાંશને લઈને સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય રાજન તિવારી અને સાંસદ રામ કૃપાલ યાદવના પુત્ર અભિમન્યુ પણ આ અભિયાન ચલાવી રહ્યા છે. સની સિંહ રાઠોડ સોશિયલ મીડિયા પર મિશન સેવ અયાંશના નામે એક અભિયાન ચલાવી રહ્યા છે. સાંસદ રામ કૃપાલ યાદવના પુત્ર ટીમ અભિમન્યુ તરફથી લોકોને મદદની અપીલ કરી રહ્યા છે. આવી જ રીતે દીપક ઠાકુર સોશિયલ મીડિયા પર પણ એક અભિયાન ચલાવી રહ્યા છે. સાયન કુણાલ પણ લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે. અભિષેક રાય પણ આ અભિયાન ચલાવી રહ્યા છે. પટનામાં આયંશની મદદ માટે ડઝનેક લોકો આગળ આવ્યા છે અને અભિયાનનો એક ભાગ બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *