હવસના પુજારીઓ એ હદ વટાવી: ચિમ્પાન્જી પાસે આ રીતે કરાવ્યો દેહ વ્યાપાર…

એકવીસમી સદીમાં માણસ જાતની માનસિકતા

કેટલા હદ સુધી જઈ શકે છે તમે તેનો અંદાજો નથી લગાવી શકતા. દુનિયામાં કેટલાએ એવા મામલા મળી જશે, જે દેખાડે છે કે, માણસજાત આધુનિકતાની દોડમાં માનવીય સંવેદનાઓને પાછળ છોડતો જાય છે. આનું ઉદાહરણ છે દુનિયાભરમાં ચર્ચામાં આવનારી માદા ઓરંગુટન(ચિમ્પાન્જી) પોનીની કહાની. ઈન્ડોનેશિયામાં એક એવી દુર્ઘટના બની, જેને જાણ્યા બાદ તમને પણ શરમ આવી જશે.

ભારતની દક્ષિણ પૂર્વમાં આવેલાઈન્ડોનેશિયામાં એક માદા  ઓરંગુટનને વેશ્યાવૃત્તિના ધંધામાં ધરેલી દેવામાં આવી. જાનવરો સાથે વેશ્યાવૃત્તિના આવા મામલા આપણા સમાજ માટે ખતરાના સંકેત જેવા છે. વર્ષ 2003માં માદા  ઓરંગુટનને બોર્નિયોના જંગલમાંથી ચોરવામાં આવ્યું હતું. તે સમયે માદા  ઓરંગુટન ખુબ નાની હતી. અહીંથી ચોરી કરી તેને એક વેશ્યાલયમાં લાવવામાં આવ્યું. અહીં ‘પોની’ (ચીમ્પાન્જી)ને એક ઝાડ સાથે બાંધીને રાખવામાં આવતી હતી.

આ જાનવર સાથે માણસ બે પાઉન્ડની રકમ ચૂકવી હેવાન હોવાની સાબિતી આપતો હતો. તેને સાંકળથી બાંધી તેની સાથે જબરદસ્તી સંબંધ બનાવવામાં આવતો હતો. આ હેવાનીયત વર્ષો સુધી ચાલતી રહી, પરંતુ કોઈને આની જાણકારી ન મળી. કેટલાક વર્ષો બાદ જ્યારે તેને બચાવવામાં આવ્યું તો રાહતકર્મીઓએ એવી સચ્ચાઈ બતાવી જેને જાણી તમારા પણ રૂવાંટા ઉભા થઈ જશે.

વેશ્યાલયમાં ‘પોની’ને કોઈ મહિલાની જેમ રજૂ કરવામાં આવતી હતી. તેના શરીર પરથી વાળ હટાવી દેવામાં આવ્યા હતા. તે સુંદર દેખાય તે માટે તેને ઘરેણાં પણ પહેરાવવામાં આવતા હતા, અને માદા વનમાનુષને આ રીતે જ ટ્રેન કરવામાં આવી હતી, જેથી તેની પાસે આવનારા ગ્રાહક ખુશ થઈ શકે. પરંતુ પોતાની સાથે થતી હેવાનીયતનો અંદાજો છે તેને. જેવો દરવાજા પર તેને કોઈ પુરૂષ જોવા મળે, તે ડરના મારી અકળાઈ ઉઠતી હતી. આસ-પાસ કોઈ પુરૂષને જોઈ તે દૂર ભાગવા લાગે છે.

Facebook Comments