અહિયાં માત્ર 28 કલાકમાં જ થયું 10 માળની ઈમારતનું નિર્માણ- જોતી રહી ગઈ આખી દુનિયા

આપણે ત્યાં હાઈરાઈઝ બિલ્ડીંગ ઊભી કરવામાં વર્ષો સુધીનો સમય લાગી જતો હોય છે. આવા સમયમાં ચીને એક વધુ આશ્ચર્ય સર્જ્યુ છે. ચીનના એક ડેવલોપર એ…

આપણે ત્યાં હાઈરાઈઝ બિલ્ડીંગ ઊભી કરવામાં વર્ષો સુધીનો સમય લાગી જતો હોય છે. આવા સમયમાં ચીને એક વધુ આશ્ચર્ય સર્જ્યુ છે. ચીનના એક ડેવલોપર એ ફક્ત 28 કલાકમાં જ 10 માળની ઈમારત ઊભી કરી છે.

ચીનના લોકો દ્વારા આ એક અનોખી ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ઈમારત ઊભી કરી દેવામાં આવી છે.હવે આપણે આ કન્સ્ટ્રકશનની વાત કરીએ તો તેના હેઠળ હાઈરાઈઝ બિલ્ડીંગનું નિર્માણ નાના-નાના સેલ્ફ કંટ્રોલ મોડ્યુલર એકમોનું એસેમ્બલ કરીને ઈમારત ઊભી કરવામાં આવે છે.

જે પહેલેથી જ ફેક્ટરીમાં તૈયાર કરી લેવામાં આવે છે અને પછી ત્યાં લાવીને પ્રિ ફેબકેટેડ ઇમારતોને ઝડપથી જોડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે.

સરળ લિવિંગ બિલ્ડીંગ સિસ્ટમ
રોડ ગ્રુપની સિસ્ટમમાં સૌથી વધારે ખાસિયત છે કે જે,દરેક બિલ્ડિંગના મોડ્યુલ એકમને ફોલ્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ શીપીંગ કન્ટેનર તરીકે સામાન ડાયમેન્શન થાય છે.

જેથી તેનું વહન કરવામાં ભારે સરળતા રહે છે અને ઇન્સ્ટોલ કરવો પણ સરળ પડે છે.જેથી છેલ્લે બોલ્ટ લગાવવા સિવાય કોઈ જ કામ રહેતું નથી.

આવી રીતે થયું બિલ્ડિંગનું નિર્માણ
ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા બિલ્ડિંગના તમામ હિસ્સાને તેના નિર્માણ સ્થળ પર મુકી દેવામાં આવ્યા હતા. આ એકમોને બંધ રીતે એક પછી એક નેટ બોલની મદદથી જોડવામાં આવ્યા હતા.

ત્યારબાદ આ બિલ્ડિંગમાં વિજળી અને પાણીના કનેક્શન આપવામાં આવ્યા હતા જેથી 28 કલાકમાં જ આખું બિલ્ડિંગ ઊભું થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *