ચાઈના કરશે ભારત સાથે સાઈબર યુદ્ધ? માત્ર એક ક્લિકથી ભારતને થઇ શકે છે મોટું નુકશાન

23મે 2017ની સવારે 10 વાગ્યેને 30 મિનિટે આસામના તેજપુર એરબેઝથી સુખોઈ -30 ફાઈટર જેટે ઉડાન ભરવામાં આવી હતી.થોડીવાર પછી 11 વાગ્યેને 10 મિનિટ પર તેની…

23મે 2017ની સવારે 10 વાગ્યેને 30 મિનિટે આસામના તેજપુર એરબેઝથી સુખોઈ -30 ફાઈટર જેટે ઉડાન ભરવામાં આવી હતી.થોડીવાર પછી 11 વાગ્યેને 10 મિનિટ પર તેની સાથેનું જોડાણ તૂટી ગયુ હતું.આ જેટમાં સ્ક્વોડ્રન લીડર ડી પંકજ અને ફ્લાઈટ લેફ્ટિનેન્ટ એસ અચુદેવ હતા.3 દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી જેટનો કાટમાળ 26 મેના રોજ તેજપુર એરબેઝથી 60 કિમી દૂર જંગલોમાં જોવાં મળ્યો હતો.આ ક્રેશમાં બન્ને પાયલટ્સના મોત નીપજ્યા હતા.આ ઘટનાનો ઉલ્લેખ એટલા માટે નથી,કારણ કે ભારતીય સેનાના ઈન્ફોર્મેશન સિસ્ટમના પૂર્વ ડાયરેક્ટર જનરલ રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ પીસી કટોચે એક લેખમાં લખતાં જણાવ્યું હતું કે,આ ફાઈટર જેટના ક્રેશ થવાનું કારણ ટેક્નીકલ ખામી નહોતી,પરંતુ ચીનનો સાઈબર અટેક હતો.

સાઈબર વોર અંગે ચીનનું હંમેશાથી આક્રમક વલણ જોવાં મળી રહ્યું છે.2009માં અમેરિકન પોલીલી થિંક ટેન્ક RANDનો એક અભ્યાસ સામે આવી રહ્યો હતો.આ અભ્યાસમાં ચીનના એક ડિફેન્સ એક્સપર્ટના હવાલાથી લખતાં જણાવવામાં આવ્યું હતું કે,20મી સદીમાં જેવી રીતે પરમાણુ યુદ્ધ થયું હતુ,એ જ રીતે 21મી સદીમાં સાઈબર યુદ્ધ થઈ શકે છે.કહેવાનો અર્થ એ જ છે કે,રાષ્ટ્રીય સુરક્ષા માટે સાઈબર યુદ્ધ હવે મહત્વનું પાસું બની ગયું છે.

15-16 જૂનનાં રોજ લદ્દાખમાં ગલવાન ઘાટી પાસે ભારત-ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.ત્યારબાદ ભારતને ચીની હેકર્સ તરફથી સાઈબર અટેક થવાની શંકાઓ હતી,અને તેના માટે સૂચનાઓ પણ જાહેર કરાઈ હતી. હિંસક અથડામણ પછી ચીની હેકર્સે સતત 5 દિવસ સુધી 40,300થી પણ વધુ વખત સાઈબર હુમલા કર્યા હતા.

ચીનમાં સાઈબર વોર કરવા માટે હેકર્સ ગ્રુપ છે,અને માનવામાં આવે છે,કે દુનિયાની સૌથી મોટી હેકર્સ આર્મી ચીન પાસે છે.જેમાં પણ 3 લાખથી વધુ હેકર્સ કામ કરી રહ્યાં છે.જેમાંથી 93% હેકર ગ્રુપ્સને ત્યાંની પીપુલ્સ લિબરેશન આર્મી અને ચીની વિદેશ મંત્રાલય તરફથી ફંડિગ પણ આપવામાં આવે છે.

ચીને આ યોજનાની શરૂઆત અમેરિકાને જ જોઈને કરી હતી.90ના દાયકામાં ઈરાક વિરુદ્ધ અમેરિકાએ યુદ્ધ કર્યું હતું,તેનો હેતું હતો,કુવૈતને ઈરાકને કબજામાંથી મુક્ત કરાવવાનો.આ યુદ્ધમાં અમેરિકાનો સાથ બ્રિટન,ફ્રાન્સ,સાઉદી અરબ અને કુવૈત સહિત કુલ 34 દેશોએ આપ્યો હતો.આ યુદ્ધને ગલ્ફ વોર અથવા ખાડી યુદ્ધ તરીકે ઓળખવવામાં આવે છે.

આ લડાઈમાં અમેરિકન સેનાએ ટેક્નીકનો આધાર લીધો હતો.એ વખતે આને સાઈબર વોરફેર નહીં,પરંતુ ઈન્ફોર્મેશન વોરફેર કહેવાતું હતું.એટલે કે,ટેકનીક દ્વારા બીજાં દેશની ઈન્ફોર્મેશન સિસ્ટમને હેક કરીને એમાથી તમામ જાણકારી લઈ લેવી.આ ટેકનીક દ્વારા અમેરિકા અને તેના સમર્થિત દેશોને ઘણીવાર મદદ મળી હતી,અને અંતિમ જીત પણ તેમની જ થઈ હતી.

ખાડી યુદ્ધમાં ટેકનીકનો ઉપયોગ થયાં પછી જ ચીનને અનુભવાયું હતું કે,કેવી રીતે નવી ટેકનીકને ખાસ કરીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીને એક યુદ્ધથી બચવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરી શકે છે.ગલ્ફ વોરના 2 વર્ષ બાદ 1993માં ચીની સેનાએ તેની સ્ટ્રેટેજિક ગાઈડલાઈનમાં નક્કી કરીને જણાવ્યું હતું કે,કેવી રીતે કોઈ યુદ્ધને જીતવા માટે મોર્ડન ટેક્નોલોજી મદદગાર સાબિત થઈ શકે છે.

ગલ્ફ વોરના અંદાજે 13 વર્ષ પછી જ 2003માં ઈરાક પર ફરીથી અમેરિકા અને યૂરોપિયન દેશોએ હુમલો કરી દીધો હતો.આ વખતે તેમનો હેતુ ઈરાકની સત્તામાંથી સદ્દામ હુસૈનને બહાર લાવવાનો હતો.એપ્રિલ 2003માં જ સદ્દામ હુસૈનની સત્તા ગઈ.આ યુદ્ધમાં પણ આ જ ટેકનીકની જ મદદ લેવાઈ હતી.

2004માં પણ ઈરાક યુદ્ધના 1 વર્ષ પછી ચીને ફરીથી ગાઈડલાઈનમાં ફેરફારો કર્યા અને આ વખતે નક્કી કર્યું કે,કેવી રીતે આર્મ્ડ ફોર્સિસને યુદ્ધમાં જીત માટે સૂચનાઓ જરૂરી ફેક્ટર સાબિત થઈ શકે છે.

ત્યારપછી 2013માં મિલેટ્રી સાયન્સ એકેડમીનો એક અભ્યાસ આવ્યો હતો,જેમાંથી ચીને પહેલી વખત સ્વીકારતા કહ્યું હતું કે,આજના સમયમાં કોઈ યુદ્ધને જીતવા માટે સાઈબર સ્પેસની જરૂર પડે છે.

એટલું જ નહી પણ PLAનું પણ એવું માનવું છે,કે યુદ્ધની પરિસ્થિતિમાં સેના પર ખર્ચ કરવાની જગ્યાએ દુશ્મન દેશની વિરુદ્ધ સાઈબર યુદ્ધ કરવું વધું ફાયદાકારક નીવડશે.

ચીનમાં 2 પ્રકારની આર્મી કામ કરી રહી છે.પહેલી તો પીપુલ્સ લિબરેશન આર્મી છે,અને બીજી સાઈબર આર્મી.ચીનમાં સાઈબર આર્મીને પણ એટલું જ મહત્વ મળી રહ્યું છે,કે જેટલું PLAને મળે છે.2019માં અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો એક રિપોર્ટ આવ્યો હતો.તેમાં જણાવ્યા મુજબ,ચીનની સાઈબર આર્મીમાં જે હેકર્સ છે,તેમનું કામ પણ વહેંચાયેલુ છે.આ લોકો બીજા દેશોની ખાનગી માહિતીને ભેગી કરે છે, અને તેમને કોમ્પ્યૂટર નેટવર્ક પર હુમલાઓ કરે છે.

એટલું જ નહીં, ચીનની PLA પાસે કાયદેસર એક હેકિંગ યુનિટ પણ છે, જેને PLA યુનિટ 61398ના નામથી ઓળખવામાં આવે છે.તેનું હેડક્વાર્ટર 12 માળનું છે,અને તે શંઘાઈના પુડોંગમાં છે.PLAની આ યુનિટના હેડક્વાર્ટર વિશે દુનિયાને 2013માં ખબર પડી હતી.2013માં અમેરિકન કોમ્પ્યુટર સિક્યોરિટી ફર્મ મેનડિએન્ટે આ બિલ્ડિંગને વિષે અને તેના પર કામ વિશે 60 પેજના એક સ્ટડીમાં જણાવ્યું હતું.

જો કે, PLAની આ યુનિટ વિશે ચીની સેનાના રેકોર્ડમાં ક્યાંય ઉલ્લેખ નથી.જો કે, એ વાત પણ સાચી છે કે, આ યુનિટ આખી દુનિયામાં હેકિંગ કરે છે. સાઈબર એટેક કરે છે. નવેમ્બર 2008માં અમેરિકન એજન્સીએ જણાવતાં કહ્યું હતું કે, 61398 યુનિટ ઈમેલ દ્વારા હેકિંગ કરે છે, એ પહેલાં ઈમેલ કરે છે, અને ઈમેલ પર ક્લિક કરતાંની સાથે જ તેમની સિસ્ટમમાં ખામી ઉભી કરી દે છે.ચીને તાજેતરમાં જ ઈન્ફોર્મેશન વોર માટે એક નવી સ્ટ્રેટજી અપનાવી છે. જેને INEW નામ આપવામાં આવ્યું છે.તેના મુખ્ય 2 કામ છે.પહેલું- કોમ્પ્યુટર નેટવર્ક પર હુમલો કરવો અને બીજું- ઈલેક્ટ્રોનિક વોરફેર.એ સિવાય PLAમાં બ્લૂ ઈન્ફોર્મેશન વોર નામથી પણ એક યુનિટ છે.જે જેમિંગ અને નેટવર્ક એટેકનું કામ પણ કરે છે.

મે 2019માં ભારતમાં સાઈબર હુમલાને ટક્કર આપવા માટે ડિફેન્સ સાઈબર એજન્સીનું ગઠન કર્યું હતું.આ એજન્સીનું કામ ચીન અને પાકિસ્તાનના હેકર્સ તરફથી થતાં સાઈબર હુમલાને અટકાવવાનું છે.આ એજન્સી 3 સેનાઓને સહાય કરે છે.એજન્સી વિશે વધુ જાણકારી તો મળી નથી.જો કે, ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, એજન્સી પાસે નેટવર્ક હેક કરવા, માઉન્ટ સર્વિલાન્સ ઓપરેશન કરવા, હની પોટ્સ રાખવા, હાર્ડ ડ્રાઈવ અને સેલફોનથી કાઢી નાખેલ ડેટાને પાછા લાવવાં, એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને ચેનલ્સને પણ બ્રેક કરવા જેવી ક્ષમતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *