અહિયાં લોકો 10 વર્ષથી નાના બાળકોના પેશાબમાં ઇંડા બાફીને ખાય છે- કારણ જાણી ધોળેદિવસે અંધારા આવી જશે

Published on Trishul News at 11:57 AM, Sat, 25 September 2021

Last modified on September 25th, 2021 at 11:58 AM

દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ થાય છે. પરંતુ આ બાબતોમાં ચીન ક્યાંક મોખરે છે. બીજો આવો જ એક કિસ્સો ચીનથી પ્રકાશમાં આવ્યો છે. પેશાબમાં ઉકાળેલા ઇંડા ચીન(China)ના ઝેજિયાંગ(Zhejiang) પ્રાંતના ડોંગયાંગ(Dongyang) શહેરમાં ખાવામાં આવે છે. આમાં પણ એક વાત ધ્યાનમાં રાખવામાં આવે છે કે પેશાબ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો હોવો જોઈએ.

પેશાબમાં બાફેલા ઇંડાની ખાસ વાનગી:
અમે તમને જણાવી દઈએ કે, ડોંગયાંગમાં શેરી વિક્રેતાઓ ઇંડાની આ ખાસ વાનગી પેશાબમાં ઉકાળીને(Eggs boiled in urine) બનાવે છે. ઇંડાની આ વાનગીનું નામ વર્જિન બોય ઇંડા છે. અહીંના લોકો આ ઇંડા ખૂબ જ ઉત્સાહથી ખાય છે. પેશાબમાં બાફેલા ઇંડાનું વેચાણ અહીં ખૂબ વધારે છે.

બાળકોનું પેશાબ કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે?
હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે શેરીના વિક્રેતાઓ બાળકોનું પેશાબ ક્યાંથી એકત્રિત કરે છે? જવાબ એ છે કે શેરીના વિક્રેતાઓ શાળામાં ડોલ રાખે છે અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમાં પેશાબ કરવાનું કહેવામાં આવે છે. આ રીતે શેરી વિક્રેતાઓ પેશાબ એકત્રિત કરે છે.

પેશાબમાં બાફેલા ઇંડા ખાવા એ સંસ્કૃતિનો ભાગ બની ગયો:
ઉલ્લેખનીય છે કે, છેલ્લી ઘણી સદીઓથી ડોંગયાંગ શહેરના લોકો બાળકોના પેશાબમાં ઇંડા ઉકાળીને ખાતા રહ્યા છે. તે તેમની સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે. ડોંગયાંગના લોકો માને છે કે, પેશાબમાં બાફેલા ઇંડા ખાવાથી હીટ સ્ટ્રોક થતો નથી. તેનાથી સારું સ્વાસ્થ્ય રહે છે.

તમને જણાવી દઈએ કે વર્જિન બોયના ઈંડા બનાવવામાં લગભગ એક દિવસનો સમય લાગે છે. સૌ પ્રથમ, ઇંડા પેશાબમાં આશરે 6-7 કલાક માટે પલાળવામાં આવે છે. આ પછી ઇંડા પેશાબમાં જ ઉકાળવામાં આવે છે. પછી ઇંડાનું બાહ્ય મજબૂત શેલ તૂટી જાય છે. આ પછી ઇંડા પેશાબની વરાળમાં રાંધવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અહિયાં લોકો 10 વર્ષથી નાના બાળકોના પેશાબમાં ઇંડા બાફીને ખાય છે- કારણ જાણી ધોળેદિવસે અંધારા આવી જશે"

Leave a comment

Your email address will not be published.


*