ચીની સેના વિરુદ્ધ ચીન માં જ વિરોધ- પોતાના શહીદ થયેલા સૈનિકોનું કર્યું હળહળતું અપમાન

ચીન ગલવાન ખીણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોનાં પરિવારવાળાઓ પર પણ દબાવ બનાવી રહ્યું છે કે તે મૃતદેહોને દફનાવે નહીં અને કોઈ કાર્યક્રમ પણ આયોજિત કરે…

ચીન ગલવાન ખીણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોનાં પરિવારવાળાઓ પર પણ દબાવ બનાવી રહ્યું છે કે તે મૃતદેહોને દફનાવે નહીં અને કોઈ કાર્યક્રમ પણ આયોજિત કરે નહીં. ગત 15 જૂનની રાત્રે ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા. તો ચીનનાં 43 સૈનિકોનાં મોત થયા હોવાના સમાચાર છે.

અમેરિકાનાં એક ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીન પોતાની ભૂલોને છુપાવવા માટે ગલવાન ખીણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોનાં બલિદાનને સ્વીકારવાથી બચી રહ્યું છે. ભારતમાં જ્યાં શહીદ જવાનોનું હીરોની માફક સ્વાગત થયું અને સંપૂર્ણ સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી, ત્યારે ચીને પોતાના માર્યા ગયેલા સૈનિકોની જાહેરાત પણ નથી કરી. અમેરિકી રિપોર્ટ પ્રમાણે ગલવાન ખીણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોનાં પરિવાર સાથે પણ ચીન સરકાર ખરાબ વર્તન કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન એ કારણે પોતાના સૈનિકોનાં માર્યા ગયા હોવાનું સ્વીકારી નથી કરી શકતુ, કારણ કે તે પોતાની આ મોટી ભૂલને છુપાવવા ઇચ્છે છે.

અમેરિકી ખૂફિયા સૂત્રોનું માનવું છે કે લગભગ 35 ચીની સૈનિક આ કાર્યવાહીમાં માર્યા ગયા હતા. અમેરિકી સૂત્રોએ જણાવ્યું કે ચીનનાં સિવિલ અફેર્સ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકોનાં પરિવારોને કહ્યું છે કે તેમણે પરંપરાગત રીતે આ સૈનિકોને નહીં દફનાવવા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવાના રહેશે. અંતિમ સંસ્કાર સમારંભમાં કોઈ સામેલ નહીં થાય અને તેને દૂરથી કરવામાં આવે. ચીને કોરોના વાયરસનું નામ લઇને આવું કરવા કહ્યું છે. ચીને અત્યાર સુધી ફક્ત એ માન્યું છે કે તેના કેટલાક અધિકારી માર્યા ગયા છે.  ચીનનો પ્રયત્ન છે કે ગલવાન સંઘર્ષ વિશે ઓછામાં ઓછા લોકોને ખબર પડે.

માર્યા ગયેલા સૈનિકોનાં પરિવારનાં લોકો ગુસ્સામાં

ચીન સરકારનાં આ નિર્ણયથી માર્યા ગયેલા સૈનિકોનાં પરિવારનાં લોકો ગુસ્સામાં છે. ચીન સરકાર હવે આ પરિવારોને શાંત કરવામાં લાગી છે. આ લોકો બીબો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. ચીનને ડર સતાવી રહ્યો છે કે જો માર્યા ગયેલા સૈનિકોનાં કબરની તસવીરો સોશિયલ મીડિયા કે આંતરરાષ્ટ્રિય મીડિયામાં આવી ગઈ તો તેમની છબિને મોટો ધક્કો લાગશે. એક સૂત્રએ કહ્યું કે, “ચીન શહીદ સૈનિકો નથી પેદા કરવા ઇચ્છતું. આ કારણે તેણે કાર્યક્રમ પર રોક લગાવી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *