જાણો સુરતમાં ક્યાંથી પકડાયો ઉત્તરાયણ પર્વે માર્કેટમાં ઠલવાઈ રહેલા મોતના સામાનના જથ્થો

Published on: 10:30 am, Wed, 13 January 21

આવતીકાલે એટલે કે, 14 જાન્યુઆરીનાં રોજ સમગ્ર દેશ-વિદેશમાંચા ઉતરાયણનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ તહેવારની ઉજવણી કરવાનું સૂચન સમગ્ર ગુજરાતમાં આપવામાં આવ્યું છે. સુરતનાં કમિશનર અજય તોમરે સમગ્ર શહેરમાં પોલીસ તંત્રને તહેવારની ઉજવણી દરમિયાન થતાં નિયમોના ભંગ બદલ લોકોને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

હજુ તો ઉત્તરાયણ આવી નથી ત્યાં તો શહેરમાં વેચાઈ રહેલ ચાઈનીઝ દોરીનો મોટો મુદ્દામાલ પકડી પાડ્યો છે. મળી રહેલ જાણકારી પ્રમાણે શહેરનાં માતાવાડી વિસ્તારમાં આવેલ અક્ષર નિવાસનાં દુકાન નં. 26 માથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનાં 28,000 ની કિંમતનાં કુલ 94 બોબીન મળી આવ્યા હતાં.

આની સાથે જ દોરીનું વેચાણ કર્યું હોવાથી રોકડ રકમ કુલ 13,330 રૂપિયા સહિત 2 મોબાઈલ મળીને કુલ 51,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહેલ કુલ 2 આરોપીમાંથી એકની ઓળખ કેવિન માંગુકિયા (રહે. 104, શિવધારા રેસીડેન્સી,મોટા વરાછા, સુરત) જયારે બીજા આરોપી તરીકે રાહુલ વેકરીયા (119,યોગીનગર સોસાયટી, યોગીચોક, સુરત) તરીકે ઓળખ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle