કૃષ્ણધામ સાંવરિયા શેઠ મંદિરમાં ખુલ્યા ધનના ભંડાર- પહેલા દિવસે ગણાયા 7 કરોડ, હજુ 13 કોથળા બાકી

ચિત્તોડગઢમાં મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામ ભગવાન સાંવલિયા શેઠ મંદિરની દાનપેટી મંગળવારે ખોલવામાં આવી હતી. દાનપેટીના પ્રથમ દિવસે 7 કરોડથી વધુ રકમની ગણતરી કરવામાં આવી હતી. હજુ…

ચિત્તોડગઢમાં મેવાડના પ્રસિદ્ધ કૃષ્ણધામ ભગવાન સાંવલિયા શેઠ મંદિરની દાનપેટી મંગળવારે ખોલવામાં આવી હતી. દાનપેટીના પ્રથમ દિવસે 7 કરોડથી વધુ રકમની ગણતરી કરવામાં આવી હતી. હજુ નોટો ભરેલા 13 કોથળાઓ ગણવાના બાકી છે, આવી સ્થિતિમાં દાનની રકમ 12 કરોડને પાર થવાની ધારણા છે.

દર મહિને ચૌદશના દિવસે ભંડારો ખોલવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળીના કારણે 2 મહિના બાદ દાનપેટી ખોલવામાં આવી હતી. મંદિર બોર્ડના વહીવટી અધિકારી કૈલાશ ચંદ્ર દધીચે જણાવ્યું કે પૂજા, રાજભોગ અને આરતી બાદ સાંવલિયા શેઠનો ભંડાર ખોલવામાં આવ્યો હતો. જેમાં 7 કરોડ 10 લાખ 76 હજાર 500 (7,10,76,500) રૂપિયાની રકમ ગણવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ તહસીલદાર રામલાલ મેઘવાલ, નંદકિશોર, રોકડિયા કાલુ લાલ તેલી, એસ્ટેટ ઓફિસર ટેમ્પલ બોર્ડના સભ્ય અશોકકુમાર શર્મા, સંજય મંડોવારા ટેમ્પલ બોર્ડના કર્મચારી અને વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોટો ભરેલા 13 કોથળાઓ સાથે સોના-ચાંદીની વસ્તુઓની ગણતરી કરવાની બાકી છે. આવી સ્થિતિમાં દાનની રકમ લગભગ 12 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે મેવાડની સાથે સાથે ભગવાન સાંવલિયા શેઠનો મહિમા દેશ વિદેશમાં પહોંચ્યો છે. એમપી ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *