બાળકનું નામ રાખતા પહેલા આ વાતનું ધ્યાન રાખશો તો થશે આ ફાયદા. જાણો અહીં

બાળક જન્મે પછી દરેક માતા-પિતાને એ મૂંઝવણ થાય છે કે તેમના સંતાનનું નામ શું રાખવું? આ માટે ક્યારેક તેઓ સ્નેહીઓ કે મિત્રોને ફોન કરે છે. તો ક્યારેક તેઓ બ્રાહ્મણોને એ માટે પૂછે છે. પરંતુ કેટલાક માતા-પિતા એવું કરવામાં વધુ ગૂંચવાય છે અને છેલ્લે બાળકનું નામ રાખવામાં ગોથું ખાઈ જાય છે. આ કારણે બાળકે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાની એ જ મૂંઝવણના ઉકેલ લઈને અમે આવ્યા છીએ, તો ચાલો નજર કરીએ એવી કેટલીક બાબતો પર જે બાબતો બાળકનું નામ રાખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

સૌથી પહેલી બાબત તો એ કે બાળનું નામ હંમેશાં નાનું રાખવું, જેથી તેના ઉચ્ચારણમાં કોઈ તકલીફ ન આવે. કેટલાક નામોનાં ઉચ્ચારણ વિચિત્ર થવાને કારણે ઘણી વખત બાળકનાં ખોટા નામ પડી જતા હોય છે, જેને કારણે બાળક હંમેશાં બીજાની મજાકનો ભોગ બને છે.

બીજી એક બાબતનું એ ધ્યાન રાખવું કે બાળકનું નામ અર્થપૂર્ણ હોય. અર્થ વિનાનાં નામને કારણે ઘણી વાર બાળકો હંસીને પાત્ર બનતા હોય છે. આ ઉપરાંત બાળકનું નામ સરળ હોય એનું પણ ધ્યાન રાખવું. બોલવામાં મુશ્કેલ હોય એવા નામ ક્યારેક યાદ પણ નથી રહેતા.

Loading...

તો બાળકનું નામ રાખતા પહેલાં તમે બજારમાં ઉપલબ્ધ પુસ્તિકાઓનો પણ સહારો લઈ શકો છો. આ પુસ્તિકાઓમાં એકસાથે અઢળક નામો સજેસ્ટ કરાયેલા હોય છે અને એ તમામ નામોના અર્થો પણ અપાયેલા હોય છે. આ ઉપરાંત તમે ઈન્ટરનેટ પર પણ ખાંખાખોળા કરી શકો છો. ઈન્ટરનેટ પર પણ લાખો નામો બતાવાયેલા હોય છે, જેમાંથી કોઈ એક નામ તમને ચોક્કસ જ પસંદ પડશે. તો બીજો એક રસ્તો એ પણ છે કે તમારા ઘરના કોઈ ખાસ સદસ્યના નામ પરથી પણ તમે તમારા બાળકનું નામ રાખી શકો છો. આવું કરવાથી તમારા સ્વજનની યાદ પણ કાયમી જળવાયેલી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.