ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ-ટેબલ કર્યું જાહેર

ગુજરાત(Gujarat): બોર્ડના વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ 10…

ગુજરાત(Gujarat): બોર્ડના વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે જયારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 14 માર્ચથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચના રોજ પૂર્ણ થશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 માર્ચ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા 25 માર્ચે પૂરી થશે.

જાણો શું છે ધોરણ 10ની પરીક્ષાનો કાર્યક્રમ:
બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 1.15 કલાક સુધી ચાલશે અને 14 માર્ચે પ્રથમ ભાષાનું પેપર હશે. ત્યારબાદ 16 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિત, 17 માર્ચે બેસિક ગણિતની પરીક્ષા લેવામાં આવશે. 20 માર્ચે વિજ્ઞાન, 23 માર્ચે સામાજિક વિજ્ઞાન, 25 માર્ચે અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 27 માર્ચે ગુજરાતી (દ્વિતીય ભાષા) ની પરીક્ષા લેવામાં આવશે. 28 માર્ચના રોજ ઓપ્શનલ વિષયની પરીક્ષા લેવામાં આવશે.

જાણો શું છે ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ:
જણાવી દઈએ કે, ધોરણ 12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજે 6.30 કલાક સુધી રાખવામાં આવ્યો છે. જયારે 14 માર્ચે ભૌતિક વિજ્ઞાન, 16 માર્ચે રસાયણ વિજ્ઞાન, 18 માર્ચે જીવ વિજ્ઞાન અને 20 માર્ચે ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ 23 માર્ચે અંગ્રેજી (પ્રથમ અને દ્વીતિય ભાષા) અને 25 માર્ચે પ્રથમ ભાષા સહિત અન્ય વૈકલ્પિક વિષયોની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ:
14 માર્ચ- ગુજરાતી, 16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત, 17 માર્ચ- બેઝિક ગણિત, 20 માર્ચ- વિજ્ઞાન, 23 માર્ચ- સામાજિક વિજ્ઞાન, 25 માર્ચ- અંગ્રેજી, 27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા) અને 28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી​​ વિષયની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ:
14 માર્ચ- નામના મૂળતત્વ, 15 માર્ચ- તત્વ જ્ઞાન, 16 માર્ચ- આંકડાશાસ્ત્ર, 17 માર્ચ- અર્થશાસ્ત્ર, 20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા, 21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા), 24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા), 25 માર્ચ- હિન્દી, 27 માર્ચ- કોમ્પ્યુટર, 28 માર્ચ- સંસ્કૃત અને 29 માર્ચ- સમાજ શાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ:
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન, 16 માર્ચ- રસાયણ વિજ્ઞાન, 18 માર્ચ- જીવ વિજ્ઞાન, 20 માર્ચ- ગણિત, 23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)અને 25 માર્ચ- કોમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *