નોકરીનો છેલ્લો દિવસ બન્યો ઉપાધિનો પહેલો દિવસ, સુરતમાં લાંચ લેતો ઝડપાયો આકારણી વિભાગનો ક્લાર્ક

Clerk Bharat Pastagiya Of Assessment Department Of Udhana B Zone: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સામાન્ય જનતા કરી રહી છે. આટલું…

Clerk Bharat Pastagiya Of Assessment Department Of Udhana B Zone: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો સામાન્ય જનતા કરી રહી છે. આટલું જ નહીં મિલકતધારકો અને વેપારીઓ પણ કર્મચારીઓની ભ્રષ્ટાચાર નીતિને કારણે હેરાન થઈ રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારની વધુ એક ઘટના ચર્ચાનો વિષય બની છે. ઉધના ઝોનના આકારણી વિભાગનો ક્લાર્ક ભરત પસ્તાગિયા (Bharat Pastagiya) કોઈ ખાનગી ઓફિસમાં જઈને ₹40,000 ની લાંચ લેતો સીસીટીવી માં ઝડપાયો છે. એમાંય મોટી ઉપાધિ તો એ છે કે, આજે ક્લાર્કની નોકરીનો તેનો છેલ્લો દિવસ હતો. પરંતુ એ જ છેલ્લો દિવસ હવે તેની પરેશાનીનો પહેલો દિવસ સાબિત થયો છે.

CCTV માં કેદ થયો લાંચિયાનો વિડીયો
સુરત મનપાના ઉધના ઝોનનો આકારણી વિભાગ નો ક્લાર્ક કોઈ ખાનગી ઓફિસમાં પૈસા લેતો રંગે હાથ ઝડપાયો છે. ગત 17 મે ના રોજ બપોરના 12:54 વાગ્યા આસપાસ ક્લાર્ક ભરત કોઈ ખાનગી ઓફિસમાં બેઠેલો સીસીટીઓમાં દેખાઈ રહ્યું છે. જેમાં સામેવાળો વ્યક્તિ ટેબલમાંથી 500 ની નોટનું બંડલ કાઢે છે અને ટેબલ પર મૂકી દે છે. થોડીવાર સુધી આ બંડલ ટેબલ પર પડ્યું રહે છે બાદમાં આ ક્લાર્ક બંડલ ઉઠાવીને પોતાના કિસ્સામાં મૂકી દે છે.

નોકરીના છેલ્લા દિવસે લાંચ લેતો ઝડપાયો ક્લાર્ક
હાલ જે લાંચ લેતા ક્લાર્કના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે, તે ક્લાર્કનો આજે રિટાયર્ડ થવાનો છેલ્લો દિવસ હતો. નોકરીના છેલ્લા દિવસે જ લાંચ લેતા સીસીટીવી વાયરલ થતા આ ક્લાર્ક પોતાના જ પગે કુહાડી મારી બેસ્યો છે.

સામે આવી ₹40,000 લીધાની વાત
ક્લાર્ક ભરત પસ્તાગિયા સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં પૈસા લેતો નજરે ચડ્યો હતો. હાલ વાયરલ થયેલા સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, કોઈ વ્યક્તિ પાસેથી ₹500 ની નોટનું (બંડલ આશરે 40 હજાર રૂપિયા) ની લાંચ લઇ રહ્યો છે. જો કે તમને જણાવી દઈએ કે, આ સીસીટીવી માં ઘણી જગ્યાએ અવાજ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ જાણવા મળ્યું છે કે, આ ક્લિપમાં ઘણા કોર્પોરેટરો અને અધિકારીઓના નામ પણ બોલવાનો આક્ષેપ છે. તમને જણાવી દઈએ કે, આ પૈસા પાલિકાના ક્લાર્ક કેમ લીધા તે અંગે હજુ સુધી કઈ જાણવા મળ્યું નથી.

લાંચ લેતા સીસીટીવી વાયરલ થતા ઉધના ઝોનના ચીફ ઝોનલ ઓફિસરે જણાવતા કહ્યું હતું કે, ક્લાર્ક ભરત પસ્તાગિયા રૂપિયા લેતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. જેને કાર્યવાહી કરતા અમે શો કોઝ નોટિસ ફટકારી છે. જો આજે રિટાયર્ડ થઈ રહ્યા હતા. હાલ ₹40,000 લીધેલા હોવાની વાત સામે આવી છે પરંતુ આ વિડીયો ક્યારનો છે અને કઈ બાબતે તેમણે રૂપિયા લીધા છે તે અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી અને અમને માહિતી પણ મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *