6300 ફૂટ ઊંચે પહાડ પર હીચકા ખાતી બે યુવતીઓ અચાનક જ ખાબકી નીચે- હિંમત હોય તો જ આ વિડીઓ જોજો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા ઉભા થઇ જશે.

હીંચકામાં બેસીને ઝૂલવું તો બધાને ગમે છે અને આપણે સૌ બાળપણમાં હિંચકે ઝૂલ્યા જ હશું. તો ઘણા લોકો હીંચકે હીંચકતા નીચે પણ પડ્યા હશે. પરંતુ જોવાનું એ છે કે જો કોઈ પહાડ પરથી હીંચકા પર બેસાડીને પાછળથી ધક્કો મારે અને… રશિયાનો આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને જોતા તમારું કાળજું કંપી ઉઠશે.

આ વીડીઓમાં બે યુવતીઓ અજાણ્યા પહાડ પર હીંચકા ખાતી જોવા મળે છે. આ હીંચકાને એક યુવક જોર જોરથી ધક્કો મારી રહ્યો છે. બંને યુવતીઓ હીંચકા પર બેસીને ખુબ જ આનંદ લઇ રહી હતી અને અચાનક જ એવું બન્યું કે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.

વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, 6300 ફૂટ જેટલી ઊંચાઈથી અચાનક જ તૂટી પડે છે અને આ બંને યુવતી હીંચકા પરથી નીચે પડી જાય છે. પરંતુ નીચે એક સાંકડા પ્લેટફોર્મ પર જઈને પડે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને યુવતીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. બંને યુવતીઓ ખુબ જ ડરી ગઈ હતી. આ બંને યુવતીઓને નાની ઈજાઓ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *