કામરેજ રંગોલી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે એક ઝડપાયો

સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે કામરેજ રંગોળી ચોકડીથી ગોથાણ જતાં રોડ ઉપર સૌરાષ્ટ્ર ગ્રીન એપાર્ટમેંટ સામેના રોડ ઉપર એક ટાટા કંપનીનો એસ…

સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે કામરેજ રંગોળી ચોકડીથી ગોથાણ જતાં રોડ ઉપર સૌરાષ્ટ્ર ગ્રીન એપાર્ટમેંટ સામેના રોડ ઉપર એક ટાટા કંપનીનો એસ મેજિક ટેમ્પો અટકાવી તેમાંથી વિદેશી દારૂની કુલ 1348 નંગ બોટલ જેની કિંમત રૂ. 3.39 લાખના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર એક ઇસમને વોંટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીરો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.ગઢવી તથા પો.કો દશરથભાઈ બાપાભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે કામરેજ વેદાંતભૂમિ સોસાયટીમાં રહેતા જીલુભાઈ રવજીભાઇ ખીમાણીયા નાઑ એક સફેદ કલરના ટાટા કંપનીના એસ મેજિક ટેમ્પો નંબર જીજે-16-વાય-9053માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત શહેરના અમરોલી તરફ જનાર છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ રંગોલી ચોકડીથી ગોથાણ જતાં રોડ ઉપર સૌરાષ્ટ્ર ગ્રીન એપાર્ટમેંટ નજીક વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને અટકાવી ટેમ્પામાં બેસેલ જીલુભાઈ રવજીભાઈ ખીમાણીયા (રહે, કામરેજ, એબીસી મોલની સામે, વેદાંતભૂમિ સોસાયટી, ઘર નંબર-91, તા-કામરેજ, મૂળ રહે, ધોબા ગામ, તા-સાવરકુંડલા, જી-અમરેલી) નાઓને ઝડપી પાડ્યા હતા.

અને ટેમ્પામાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 304 નંગ બોટલ જેની કિંમત રૂ, 1.05 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીની પૂછતાછ કરતાં તેણે આ વિદેશી દારૂનો જથ્થો વેલંજા ગામથી આગળ શેખપુર જતાં રોડ ઉપર અંદરના ભાગે આવેલ એક ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનમાંથી ભરી લાવ્યો હોવાનું જણાવતા તેને સાથે રાખી પોલીસે શેખપુરથી સાયણવાળા રોડ ઉપર સાયણ નહેર નજીક શ્યામજીકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર-10 આગળ ગોડાઉનમાંથી વિદેશી દારૂની કુલ 1044 નંગ બોટલ જેની કિંમત રૂ. 2.34 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આમ કુલ 1348 નંગ બોટલ જેની કિંમત રૂ. 3.39 લાખ તથા ટેમ્પો જેની કિંમત રૂ, 50,000 મળી કુલ 3.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ વિદેશી દારુનો જથ્થો પૂરો પાડનાર વિઠ્ઠલભાઈ કરસનભાઈ રંગાણી (રહે, નાનાવરાછા શ્યામધામ ચોક, યોગેશ્વર રો હાઉસ, મકાન નંબર-105, મૂળ રહે, ધોબા ગામ, તા-સાવરકુંડલા) નાઓને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *