ફ્લેશબેક ૨૦૧૯ “સાડી ખરીદો અને ડુંગળી ફ્રી મેળવો” દુકાનમાં વધી ગઈ લોકોની સંખ્યા

Published on: 12:50 pm, Tue, 24 December 19

મહારાષ્ટ્રના થાણેમાં કપડાંની દુકાનમાંથી ખરીદી કરવા પર કિલો ડુંગળી તદન ફ્રી આપવામાં આવે છે. દુકાનના માલિકજ જણાવ્યા મુજબ, ગ્રાહકોને તેમની કપડાની દુકાન પર 1000 રૂપિયાની વસ્તુઓની ખરીદી પર એક કિલો ડુંગળી ફ્રી આપવામાં આવશે. સાથે-સાથે તેમણે જણાવ્યું છે કે, આ સ્કીમની શરૂઆત થઈ ત્યારથી ગ્રાહકોની સંખ્યા દુકાનમાં ખુબ વધી ગઈ છે.

onion 02 960x640 1 - Trishul News Gujarati FLASHBACK 2019

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશના લગભગ તમામ બજારોમાં ડુંગળીના ભાવ કિલો દીઠ 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક કર્મચારીએ કહ્યું હતું કે ઉલ્હાસનગરના શીતલ હેન્ડલૂમમાં શનિવારે વેચાણમાં તેજી દેખાઈ હતી. જ્યારે એ દુકાનના માલિકે સાડીની સાથે ડુંગળી મફત આપવાની જાહેરાત કરી હતી. જેથી લોકોની ભીડ જોવા મળી હતી.

સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે, અહિયાં ડુંગળી કિલોદીઠ 130 રૂપિયા વેચાઇ રહી છે. તેથી રૂપિયા 1000 નું કાપડ ખરીદવા પર, અમે એક કિલો ડુંગળી તદન મફત આપી રહ્યા છીએ. જેથી ગ્રાહકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.

એક વર્ષમાં દેશના મોટા શહેરોમાં ડુંગળીના ભાવ પાંચગણા વધીને સરેરાશ કિલોદીઠ 101.35 રૂપિયા થઈ ગયા છે. તેણે કારણે ખરીફ અને મોડા-ખરીફ સીઝનમાં (ઉનાળાની વાવણી) માં ડુંગળીનાં સ્થાનિક ઉત્પાદનમાં 22 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આ શુક્રવારે રાજ્યસભામાં સરકારે આ માહિતી આપી છે. છેલ્લા એક મહિનામાં ભાવમાં 81 ટકાનો વધારો થયો છે.

freepressjournal 2019 11 ac54442e bf4d 48ec a28b 4e61c60122bd onion 900x540 - Trishul News Gujarati FLASHBACK 2019

રાજ્યસભાના લેખિત જવાબમાં, ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી દાનવે રાવસાહેબ દાદારાવે જણાવ્યું હતું કે, મંગળવારે (10 ડિસેમ્બર), ડુંગળીનો સરેરાશ દૈનિક ભાવ એક મહિના પહેલા રૂપિયા 55.95 અને એક વર્ષ અગાઉ રૂપિયા 19.69 ની તુલનામાં, કિલોદીઠ 101.35 રૂપિયા હતો.

તેમણે કહ્યું હતું કે, “2019-20 માટે કુલ ખરીફ અને લેટ ખરીફ ઉત્પાદન 54.73 લાખ ટન થવાનો અંદાજ છે, જે 2018-19માં તે 69.91 લાખ ટન થયુ હતુ.”  ડુંગળી એક મોસમી પાક છે અને રવિમાં (માર્ચ થી જૂન), ખરીફ (ઓક્ટોબર થી ડિસેમ્બર) અને ખરીફ (જાન્યુઆરી થી માર્ચ) દરમિયાન વાવેતર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.