ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બદલાશેની વાત વાઈરલ- જાણો શું છે હકીકત

ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના રાજીનામા અંગેની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયુ વેગે ચાલી રહી છે. પરંતુ શું ખરેખરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

ગુજરાત(Gujarat): રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના રાજીનામા અંગેની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયુ વેગે ચાલી રહી છે. પરંતુ શું ખરેખરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજીનામું આપવાના છે? ના આ માત્રને માત્ર એક ફેક ન્યૂઝ (Fake news) છે. અમે તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હોવાના અહેવાલો અને વાઈરલ  (Viral News)થઇ રહેલા સમાચારો સદંતરે ખોટા છે.

જો વાત કરવામાં આવે તો પુત્રની તબિયતના કારણે ભૂપેન્દ્ર પટેલની રાજીનામું આપવાની જે વાત સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ હતી તે તદ્દન ખોટી છે. અમે તમને ફરીથી જણાવી દઈએ સોશિયલ મીડિયામાં ભૂપેન્દ્ર પટેલને લઈને વાઈરલ થઇ રહેલી પોસ્ટ સદંતર પાયાવિહોણી છે.

મહત્વનું છે કે, ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટા, વોટ્સએપ, ટેલિગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર લોકો જોયા જાણ્યા વગર કે કોઈ તથ્ય જોયા વગર જ ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે અથવા તો ફોરવડ કરતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જોકે આ વાયરલ પોસ્ટ માત્રને માત્ર અફવા હોવાનું જાણવા મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલે રાજીનામાની ઇચ્છા વ્યક્ત કર્યાની પોસ્ટ અફવા સદંતર પાયાવિહોણી છે.

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓના ઇરાદા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાઈરલ થયેલી પોસ્ટમાં કરાયેલો દાવો ખોટો સાબિત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *