ભુપેન્દ્ર દાદા પહોંચ્યા દિલ્હી: PM મોદીથી લઈને અનેક મહાનુભાવો સાથે કરી મુલાકાત અને ભેટમાં આપી…

ગુજરાત: ભુતપૂર્વ CM વિજય રૂપાણી (Vijay rupani) નાં રાજીનામાં બાદ નવા CM (New Chief minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ઉર્ફે દાદાની વરણી થઈ છે…

ગુજરાત: ભુતપૂર્વ CM વિજય રૂપાણી (Vijay rupani) નાં રાજીનામાં બાદ નવા CM (New Chief minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ઉર્ફે દાદાની વરણી થઈ છે ત્યારે હાલમાં તેઓ દિલ્હીના પ્રવાસે ગયા છે. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind), ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Vice President Venkaiah Naidu) તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ની સૌજન્ય મુલાકાત કરી છે.

આ મુલાકાત વખતે તેમણે અમિત શાહને વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ પણ આપી છે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ દાદા ભગવાનની બુક ભેટમાં આપવામાં આવી હતી. આની ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ PM મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી છે. આની સાથે જ તેમણે PM મોદીને સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. આમ, CM ઓફિસથી લઈને PMની ઓફિસમાં સીમંધર સ્વામી બિરાજમાન થઈ ચુક્યા છે.

માંડવિયાથી લઈને રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી:
આની ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન અને ડેરી તથા મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ સોમવારની રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.

CM કાર્યાલયમાં સીમંધર સ્વામીની મૂર્તિ સ્થાપિત કરી:
CM ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ અગાઉ સીમંધર સ્વામી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતું. ત્યારપછી શપથગ્રહણ કરીને તેઓએ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયા હતા.

દાદા ભગવાન પંથમાં ‘મહાત્મા’નો દરજ્જો ધરાવે છે નવા CM:
દાદા ભગવાન ફાઉન્ડેશનની સાથે જેઓ ઘણા વર્ષોથી સંકળાયેલા હોવાથી તેમજ કેટલીક ચોક્કસ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવિધિ મેળવી હોવાથી તેમને મહાત્માનો દરજ્જો આપવામાં આવ્યો છે. આની ઉપરાંત સીમંધર સ્વામીની પ્રતિમાને માનસિક રુપે હંમેશા માથે રાખીને તેમના નિયમોનું પાલન કરવું પણ મહાત્માઓ માટે ખુબ જરૂરી છે.

દાદા ભગવાન ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂપેન્દ્રભાઈ વર્ષો પહેલાં જ મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે તેમજ કોઈને પણ ખોટું ન લાગે તેવા આચાર-વિચારના વર્તન તથા નિયમોનું ચુસ્તપણે પાલન પણ કરી રહ્યા છે. આમ, તેઓ આધ્યાત્મિક વ્યક્તિ છે.

સીમંધર સિટીમાં પણ ભૂપેન્દ્રભાઈનું છે એક નિવાસ
અડાલજ ત્રિમંદિરના સાંનિધ્યમાં સંસ્થાની સીમંધર સિટી આવેલ છે. આ સીમંધર સિટીમાં સંસ્થાના અંતેવાસીઓ તથા આપ્તપુત્રો અને મહાત્મા સત્સંગીઓના નિવાસસ્થાન આવેલ છે. ચોક્કસ રકમનું યોગદાન આપીને અહીં ઘર તથા જમીન ઉપયોગ માટે મેળવી શકાય છે. આ સુવિધા માત્ર મહાત્મા અને તેથી ઉંચો દરજ્જો ધરાવનારને જ મળે છે. ભૂપેન્દ્રભાઈ પણ સીમંધર સિટીમાં નિવાસ ધરાવે છે તેમજ શાંતિની શોધમાં ત્યાં જઈને ત્રણ-ચાર દિવસ રોકાય પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *