વેજ અને નોનવેજના ગૂંચવાયેલા કોકડા વચ્ચે CM ભુપેન્દ્ર પટેલે આપ્યું ચોંકાવનારૂ નિવેદન- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યના કેટલાય જિલ્લામાં રોડ કિનારે આવેલી નોનવેજ(Nonveg) અને ઈંડાની રેકડીઓ(Egg rakes)ને હટાવાની શરુ કરી દેવામાં આવી છે. આ કિસ્સાઓ વધતા અને તંત્ર પર માછલા…

ગુજરાત(Gujarat): રાજ્યના કેટલાય જિલ્લામાં રોડ કિનારે આવેલી નોનવેજ(Nonveg) અને ઈંડાની રેકડીઓ(Egg rakes)ને હટાવાની શરુ કરી દેવામાં આવી છે. આ કિસ્સાઓ વધતા અને તંત્ર પર માછલા ધોવાતા સરકારે હાથ ઊંચા કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) જાણે છે કે, આ મુદ્દાથી અલગ રહેવા માગતા હોય તેમ સરકાર અને તંત્ર બંનેની નીતિઓ જુદી જુદી દેખાઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવતા કહ્યુ છે કે, લોકોની અલગ અલગ ખાનપાનની આદતથી સરકારને કે તંત્રને કોઈપણ પ્રકારની સમસ્યા નથી. ગંદકી સાથે ખાવાપીવાની વસ્તુઓ વેચનારા અથવા શહેરના રસ્તા પર ટ્રાફિકમાં અડચણ ઊભી કરતી રેકડીઓ પર કાયદેસરની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સરકારને લોકો શું ખાય છે તેની કોઈ પરવાહ કે તે અંગે અમને કોઈ પ્રશ્ન નથી, કેટલાય લોકો વેજ ફૂડ ખાય છે તો કેટલાક લોકો નોનવેજ ખાય છે, ભાજપ સરકારને કે તંત્રને તેમનાથી કોઈપણ પ્રકારનો વાંધો નથી. વધુમાં જણાવતા તેમણે કહ્યું છે કે, રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ થતી રેકડીઓ ખાસ હટાવવાની માંગ કરવામાં આવી છે.

આ સાથે ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવતા એમ પણ કહ્યું હતું કે, જો રસ્તાઓ પર અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો સ્થાનિક સંસ્થાઓ પોતાના મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, સ્થાનિક મહાનગરપાલિકા અથવા નગરપાલિકાઓ સ્થળની સ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લઈ શકે છે અને અડચણરૂપ થતી તમામ લારીઓ હટાવી શકે છે.

ત્યારે હવે અમદાવાદમાં નોન-વેજ વેચતા રસ્તા પરના સ્ટોલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર રસ્તાઓ, શાળાઓ અને ધાર્મિક સ્થળોથી 100 મીટરના અંતરે ચાલતી નોન-વેજ ફૂડ રેકડીઓને દૂર કરવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *