બિનઅનામત આયોગની કામગીરી સામે સવાલો થતા, CM ભૂપેન્દ્ર પટેલ સફાળા જાગ્યા અને ફાળવી 125 કરોડની ગ્રાન્ટ

2015ના પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકારે સવર્ણ વર્ગ માટે અલગ અલગ યોજનાઓ જાહેર કરી હતી. સાથે સાથે બિન અનામત વર્ગના નિગમ અને આયોગની પણ…

2015ના પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્ય સરકારે સવર્ણ વર્ગ માટે અલગ અલગ યોજનાઓ જાહેર કરી હતી. સાથે સાથે બિન અનામત વર્ગના નિગમ અને આયોગની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ યોજનાઓ અને લોન સબસીડીની સુવિધાઓ જાહેર કરવામાં આવી છે.પરંતુ એમ કેન પ્રકારે આ યોજનાઓ લોકો સુધી પહોંચવામાં સુચારૂ વ્યવસ્થા બની શકી નથી.

જેને કારણે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રહેલા દિનેશ બાંભણીયા એ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને 28 જુને એક પત્ર લખીને બિન અનામત વર્ગ નિગમ અને આયોગને બંધ કરી દેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. જેને લઈને સરકાર સફાળી જાગી ઉઠી હતી અને માત્ર ગણતરીના દિવસોમાંજ રાજ્ય સરકારે 125 કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવી હતી.

ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રયાસોથી બનાવવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને નિગમોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, ટેલીફોન પણ ઉપાડતા નથી, કોઈ પ્રકારના જવાબ સમયસર મળતા નથી, એક વર્ષથી કરેલી અરજીઓનું હજુ પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નોહ્તું.

બિન અનામત વર્ગ નિગમ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓની અરજી મંજૂર કરવામાં ભારે વિલંબ થતો હોવાની અને કચેરીમાંથી યોગ્ય પ્રતિસાદ નહીં મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી હતી આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયાની ઉગ્ર રજૂઆત સફળ નીવડી હતી.

દિનેશ બાંભણિયાએ સરકારની ઝાટકણી કાઢતાં લખ્યું હતું કે સરકાર જો યોગ્ય રીતે કામગીરી કરાવી ન શકતી હોય તો બિન અનામત વર્ગ અને નિગમ બંધ કરી દેવાજ જોઈએ. પાટીદાર અગ્રણીના પત્ર બાદ સરકાર એક્શનમાં આવી હતી.

આ રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા નિગમને ગ્રાન્ટ ફાળવવાના આદેશ કરવામાં આવ્યા છે, બજેટમાં બિન અનામત વર્ગ નિગમ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી જે પૈકી પ્રથમ હપ્તા પેટે 125 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *