અમદાવાદ પછી આ મોટા શહેરમાં બનવા જઈ રહ્યું છે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ- વિડીયો દ્વારા નિહાળો પહેલી ઝલક

હાલ રાજસ્થાન (Rajasthan) ના જયપુર (Jaipur) માં દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ (Largest Cricket Stadium) બનવા જઈ રહ્યું છે. જાણવા મળ્યું…

હાલ રાજસ્થાન (Rajasthan) ના જયપુર (Jaipur) માં દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ (Largest Cricket Stadium) બનવા જઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના જયપુર-દિલ્હી બાયપાસ પર શનિવારના રોજ દેશનું બીજું અને વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ થશે. મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) સાથે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સેક્રેટરી જય શાહ પણ વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે તેવી માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ સ્ટેડીયમ 280 કરોડના ખર્ચે તૈયાર થશે.

છેલ્લા નવ વર્ષથી વિવાદમાં હતી જમીન
CM અશોક ગેહલોત જ્યારે વર્ષ 2008-13માં મુખ્યમંત્રી હતા ત્યારે આ જમીન આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જયપુરમાં RCAને જમીન આપવા બાબતે આ મામલો છેલ્લાં 9 વર્ષથી અટવાયેલો હતો. વર્ષ 2014માં જમીનની ફાળવણી પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં RCAમાં વિવાદ થતાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી. આ પછી જ્યારે વૈભવ ગેહલોત આરસીએના પ્રમુખ બન્યા, ત્યારે જમીન પરત લેવાની પ્રક્રિયા શરૂ થઈ. આ પછી ડીએલસી દરના 30 ટકાના ખર્ચે જમીન RCAને ફાળવવામાં આવી હતી.

તે જ દરમિયાન વૈભવ ગેહલોતે કહ્યું હતું કે, અઢીથી ત્રણ વર્ષમાં આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું અમારું લક્ષ્ય છે. મળતી માહિતી અનુસાર આ દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે, જેમાં એકસાથે 75 હજાર દર્શકો સાથે બેસીને મેચ જોઈ શકશે.

પ્રોજેક્ટ મુજબ આ સ્ટેડિયમનું નિર્માણ 2 તબક્કામાં કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, 11 ક્રિકેટ પીચ, એક ક્રિકેટ એકેડમી ઉપરાંત સ્પોર્ટ્સ ક્લબ, હોસ્ટેલ, હોટેલ અને જિમ, પાર્કિંગ વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે.

દેશનું જ નહિ પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ અમદાવાદમાં
અમદાવાદમાં બનેલા મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 1 લાખ 10 હજાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ની ક્ષમતા એક લાખ દર્શકોની છે. મોટેરા એ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. હવે જયપુરમાં બનનારું આ સ્ટેડિયમ દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે, જ્યાં 75 હજાર દર્શકો બેસી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *