સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા તાબડતોબ સુરત દોડી આવ્યા CM રૂપાણી, લોકડાઉન અંગે થશે ચર્ચા

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન…

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન કોરોના કાળ બનીને વકરી રહ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરાયેલ આંકડા મુજબ રાજ્યમાં ફક્ત 24 કલાકમાં કોરોનાના 3,160 કેસ નોંધાઈ ચૂકયા છે.

સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને નાથવા માટે CM વિજય રૂપાણી સુરત ની મુલાકાતે આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. આજરોજ કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા છે.  અધિકારીઓ સાથે કોરોના સંક્રમણ ને નિયંત્રણ કરવા માટે અગત્યની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત હાઇકોર્ટના નિર્દેશ બાદ લોકડાઉન અંગે પણ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે.

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. કેસની સામે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને પગલે હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે. જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે.

આજે સવારના રોજ 11 વાગ્યાના અરસામાં આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જેને પગલે કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી. જ્યારે બપોર બાદ 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને પગલે cm રૂપાણી સુરત આવી પહોચ્યા છે. ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ શરુ કરવામાં આવશે. જેમાં લોકડાઉન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

છેલ્લા ઘણા દિવસથી સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે. જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.

મોતના આંકડા છુપાવે છે તંત્ર
હાલમાં સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે. કોરોનાથી દર્દીઓના મોતનો સત્તાવાર દૈનિક આંકડો ફક્ત 5 જેટલા જાહેર કરવામાં આવ્યો છે જયારે બીજી બાજુ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્મશાન ભૂમિઓમાં દરરોજ કુલ 75થી પણ વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ રહ્યાં હોવાની ખુબ ભયંકર સ્થિતિ છે. આ બન્ને વચ્ચેના આંકડાઓમાં ખુબ જ મોટો ફરક જોવા મળી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે.

વેન્ટિલેટર કચરાની ગાડીમાં લવાયા
સુરતમાં કોરોનાએ એવી માઝા મૂકી છે કે, શહેરમાં વેન્ટિલેટરની પણ અછત જોવા મળી છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ, ગઈકાલે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરતમાં SMC દ્વારા કચરો ઉપાડવા માટે જે ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે તે ગાડી વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેકટરમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામા આવ્યા હતા.

સરકારી હોસ્પિટલોમાં 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ
સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જયારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.

રાજ્ય સરકારે જાહેર કરાયેલ આંકડા મુજબ રાજ્યમાં ફક્ત 24 કલાકમાં કોરોનાના 3,160 કેસ નોંધાઈ ચૂકયા છે. 2,028 દર્દીઓ સાજા પણ થઈ ગયાં છે જયારે હાલમાં કુલ 16,252 એક્ટિવ કેસની સાથે જ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધારે લોકોને રસી મુકવામાં આવી છે. આની સાથે જ અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂકયાં છે.

જયારે 15 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આની સાથે અત્યાર સુધીમાં કુલ 4,581 લોકોના મોત થયાં છે. આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે તો આની સાથે જ મૃત્યુનો આંકડો પણ દિન-પ્રતિદિન સતત વધતો જઈ રહ્યો છે.

જયારે સાજા થવાનો દર 93.52% રહેલો છે. માર્ચ માસથી કોરોનાએ માથું ઉચક્યું છે જેથી કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે કુલ 773 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં કુલ 603 અને વડોદરામાં 216 કેસની સાથે રાજકોટમાં 283 કેસ નોંધાયા છે.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઇ વેક્સિન
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ તેમજ 8,10,126 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 72,72,764 લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *