જાણો શું છે વિજય રૂપાણીનું મિશન ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન- જાણો કઈ રીતે જોડાશો

લોકડાઉન 4 હળવું કરાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએએક મહત્વની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આવી મહામારી…

લોકડાઉન 4 હળવું કરાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએએક મહત્વની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આવી મહામારી સામે ટકવાનું અને એમાંય લોકડાઉનમાં  જીવવું આપણા માટે ખૂબ અઘરું હતું. પરંતુ આપે સમગ્ર દેશ અને ગુજરાતનું ભલું થાય તે માટે ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો. આજે 2 મહિનાનાં લોકડાઉન પછી શરતી છુટછાટ આપતા મને વિચાર આવ્યો કે હું મારા પરિવાર સાથે હળવો સંવાદ કરું. આપણે ખૂબ ટુંકા ગાળામાં ડેડિકેટેડ હોસ્પિટલો બનાવી. ગુજરાત સરકારે 8 લાખથી પણ વધુ શ્રમિકોને માનભેર તેમનાં ઘર સુધી પહોંચાડ્યાં છે.

જે રીતે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ડૉક્ટરો, પોલીસ, સફાઇ કર્મચારીઓ સહિત તમામ જે-જે કર્મચારીઓએ જે સમર્પણ ભાવથી કામ કર્યુ તેમનો હું હ્રદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. હવે લોકડાઉનમાં છુટછાટ સાથે કોરોના સામે લડવા માટેનું શીતયુદ્ધ શરૂ થયું છે. કોરોના વિરૂદ્ધ હવે આપણે સીધી લડાઇ લડવાની છે, કારણ કે કોરોના હાજી આપણી વચ્ચે જ છે. આપણે કોરોના સાથે જ જીવવાનું અને લડવાનું છે.

https://www.facebook.com/vijayrupanibjp/videos/169704397818471/

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, ‘જાન ભી ઔર જહાન ભી.’ ગુજરાતીઓની સુરક્ષા માટે હું આજે ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન 21થી 27 તારીખ સુધી ચાલશે જેમાં આપણે ‘હું પણ કોરોના વોરિયર’ નું પાલન કરવાનું છે. જેમાં આ અભિયાન માટે ત્રણ બાબતો ખૂબ જ મહત્વની છે. એક કે પરિવારનાં વડીલો, બાળકો ઘરમાં જ રહે. એટલે કે કામ વગર બહાર ના નીકળે. બીજી એ કે માસ્ક વગર બહાર ન નીકળવું ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.

અને ત્રીજી બાબત એ કે તમારી ઇમ્યુનિટી વધે તે માટે આપણે ઉપચારો પણ કરતા રહેવું પડશે. મે સમાજનાં ઘણાં નામાંકિત વ્યક્તિઓને આ અભિયાનમાં જોડાવા માટેની અપીલ પણ કરી છે. આ અભિયાન એ એક જાગૃતિનું અભિયાન છે. ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌને રસ પડે તે માટેનાં ટાસ્ક પણ અપાશે. જેમાં 22 મેનાં રોજ બધાં પોતાનાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇને હેશટેગ #હુંપણકોરોનાવોરિયર સાથે તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો.

https://www.facebook.com/vijayrupanibjp/photos/a.648950988491158/3246838545369043/?type=3&theater

તમે આ નવતર પ્રયોગ દ્વારા આપણે આપણાં વડીલોને સાચવવાનાં છે. ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનને એક સામાજિક અભિયાન બનાવીને તેને જનધન સુધી પહોંચાડવાનાં પુણ્યકાર્યમાં આપ સૌ નિમિત્ત બનો એ જ અભયયાચના સાથે જય જય ગરવી ગુજરાત.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *