મુખ્યમંત્રી રૂપાણી સાહેબ જે કારમાં ફરો છો તે કારનો વિમો તો રિન્યુ કરાવો- જાણો હકીકત

ગઈકાલે 16 સપ્ટેમ્બર થી ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો જેવાકે વાહનની વીમા પોલીસી, આરસીબુક, પીયુસી, વાહનચાલક નું લાયસન્સ, હેલ્મેટ વગેરે નિયમો પાલન કરવા માટે કડકાઈથી ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આમ વાયરલ થયેલા મેસેજ માં મુખ્યમંત્રી વિજય રૂપાણી જે કારમાં ફરે છે તે કાર નો વીમો 2015માં પૂર્ણ થઇ ગયો છે. એવું બતાવવામાં આવી રહ્યું છે.

આ મેસેજ ની સાથે લોકો અલગ-અલગ વાતો મૂકી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી મેં સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, કાયદા માત્ર સામાન્ય માણસ માટે જ છે? શું તમારા માટે કોઈ અલગથી કાયદા છે? તમે તમારી કારનો વીમો ક્યારે ઉતરાવશો.?

ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા ટ્રાફિક નિયમોના ભંગ માટે દંડ ની જોગવાઈઓ કડક બનાવવામાં આવી છે. ત્યારથી રાજ્યભરમાંથી સરકારી અમલદારો નેતાઓ અને પોલીસકર્મીઓ ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. અને પહેલા નિયમોનું પાલન પોતે કરો પછી જનતાને નિયમોનું પાલન કરાવો તેવી વાતો વહેતી થયેલી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુ એક વિવાદમાં આવ્યા છે. જેમાં તેમની કારની વીમા પોલીસી 2015માં પૂર્ણ થઈ ગઈ છે, એવું બતાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: