ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

જન્મદિન નિમીતે મુખ્યમંત્રી રૂપાણી સરકારે આ શહેરને આપી અમુલ્ય ભેટ- જાણો અહીં

આજે એટલે કે 2 ઓગસ્ટનાં રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિન છે. આજનાં દિવસે રાજકોટ શહેર માટે એક સારાં સમાચાર સામે આવી રહ્યાં છે. 71માં રાજ્યકક્ષાનાં ‘વન મહોત્સવ’ કાર્યક્રમનો રાજકોટમાંથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગરની સરખામણીમાં રાજકોટ એ હરિયાળી વ્યાપમાં વધુ પડતું પાછળ છે. રાજકોટમાં હરિયાળીનો વ્યાપ અંદાજે ફક્ત 4% જ છે.

જયારે કુલ 156.16 એકર જમીનમાં ‘ગ્રીન બેલ્ટ’ ને વિકસાવવાની CM વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. રાજકોટના આજી નદીને કાંઠે કુલ 47 એકરમાં ‘અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક’ વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજે કુલ 769 લાખ રૂપિયાનાં ખર્ચે ‘અર્બન ફોરેસ્ટ & સાંસ્કૃતિક વન’ ને વિકસાવવામાં આવશે.

CM વિજય રૂપાણીએ જણાવતાં કહ્યું હતું કે, આજે જન્મદિન પર રાજકોટને ‘ગ્રીન બેલ્ટ તથા અર્બન ફોરેસ્ટ’માં ઘનિષ્ટ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. તેની સાથે જ જ્યારે 5 ઓગસ્ટનાં રોજ શ્રીરામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થવાં માટે જઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં જ નિર્માણ પામી રહેલ વનને ‘રામ વન’ નું નામ પણ આપવામાં આવશે.

કુલ 47 એકર ખુલ્લી જમીનમાં નિર્માણ પામી રહેલ ‘અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિક’નાં વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન તેમજ રાશિ વન માનવ જીવનનાં ખુબ ઉપયોગી તથા સંસ્કૃતિનાં ભાગ ઔષધીય વનનાં ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. તેની સાથે જ રાજકોટવાસીઓને પણ ફરવાલાયક એક નવું સ્થળ પણ વિકસિત થશે એવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જ જણાવતાં કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: