ગુજરાતમાં લવજેહાદ કાયદા મુદે CM નું નિવેદન: આ માફિયાઓનું ગુજરાત નથી, ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી

હાલમાં જયારે સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ગોધરાના લાલબાગ ટેકરી મેદાનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાજપની જાહેર સભાને સંબોધવામાં આવી હતી.…

હાલમાં જયારે સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ગોધરાના લાલબાગ ટેકરી મેદાનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાજપની જાહેર સભાને સંબોધવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, ગુંડાઓને નાથવા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે. ગુંડાઓ કાં તો ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતિથી જીત મળ્યા બાદ ભાજપ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વિજય રૂપાણી ફૂલ ફોર્મમાં સભાઓ કરી રહ્યાં છે. જો આ જ સ્થિતિ રહી તો રવિવારે યોજાનારી ચૂંટણીમાં પણ ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના છે. ભાજપને જિલ્લાપંચાયત, પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં પણ મહાનગર પાલિકાના રિઝલ્ટનું પુનરાવર્તન થશે તેવી આશા છે.

ગુજરાતમાં ચૂંટણીમાં કેસરિયો લહેરાયા બાદ ગોધરામાં સીએમ રૂપાણી દ્વારા જાહેર સભાનું આજે સંબોધન કરવામાં આવ્યું હતું. રૂપાણી આજે અલગ મૂડમાં દેખાયા હતા. લોકોના નામ લઈને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. સીએમ રૂપાણીએ હૂંકાર ભરતાં કહ્યું કે, ગુંડાઓ કાં તો ગુજરાત છોડે કાં તો ગુંડાગીરી છોડે. ગુંડાઓને નાથવા સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ રજુ કરવામાં આવી છે

રૂપાણીએ કહ્યું કે, આ માફિયાનું ગુજરાત નથી આ મોદીનું ગુજરાત છે. લવ જેહાદના કાયદા અંગે તેમણે કહ્યું, વિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધ પણ કાયદો લાવીશુ. લવ જેહાદના કાયદાથી દીકરીઓનું રક્ષણ થશે. કોઇપણ હિન્દુ દિકરીને ઉઠાવી જાય તે ચલાવી લેવામાં આવશે નહી. ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશની જેમ સરકાર કડક કાયદાઓ બનાવી રહી છે. ગુજરાતમાં લવ જેહાદ કાયદાની ઘણા સમયથી માંગ ચાલી રહી હતી. આજે રૂપાણીએ ખુલ્લેઆમ કહ્યું છે કે, ગુજરાતમાં લવ જેહાદ કાયદો આવશે.

અધ્યાદેશમાં જણાવ્યા અનુસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે. આ પ્રપત્રનું ઉલંઘન કરનારને ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુમાં વધુ 3 વર્ષની જેલની સજા થશે. સાથે ઓછામાં ઓછો 10 હજાર રુપિયાનો દંડ પણ લાદવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.

રાજ્યમાં પ્રથમ વખત લેન્ડ ગ્રેબિંગ એકટ અમલી બન્યો છે. આ એક્ટ હેઠળ કોઇ પણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇ પણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘુસી કબજે લઇ લીધી હશે તેની સામે આ કાયદો લાગુ પડશે. આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહશે. આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવશે. કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.

જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશ્યલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક સ્પેશ્યલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂંક કરાશે. 6 મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. આવી ફરિયાદોની તપાસ લાંબાગાળા સુધી પડતર ન રહે તે હેતુસર મુખ્યમંત્રી દ્વારા તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *