CM રૂપાણીનો કક્કો કાયમ- ‘હું દાવો કરું છું કે, રાજયની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી દર્દીનું મોત થયું નથી’

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણી દ્વારા જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની…

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સીએમ રૂપાણી દ્વારા જિલ્લા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી વહીવટી તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહી મુખ્યમંત્રી સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત અન્ય કોર કમિટીના સભ્યો પણ ઉપસ્થિત હતા.

પાલનપુર ખાતે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન હવામાંથી સીધો ઓક્સિજન બને તેવો પ્લાન્ટ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈપણ ગામડામાં પોઝિટિવ કેસ આવે તો તેને ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહેશે.

ઉપરાંત જો ઘરે સારવાર લેવી હશે તો અધિકારીઓની ચકાસણી બાદ જ સારવાર લઈ શકાશે. જિલ્લામાં બનાસ કોવિડ હોસ્પિટલ અને બનાસડેરીમાં ઓક્સિજન માટેની સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારનો આવનારા દિવસોમાં 300 ટન ઓક્સિજન માટે રાજ્યમાં 250થી વધુ પ્લાન્ટ ઉભા કરવાનો પ્લાન છે. આવનારી ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત ન થયા તેવા પ્રયત્નો છે.

તેમણે જણાવ્યું કે, હું દાવા સાથે કહીશ કે ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મોત થવા દીધું નથી. રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપણે પૂરતા પ્રમાણમાં આપ્યા છે. બનાસકાંઠામાં 18 હજાર ઈન્જેક્શન આપ્યા છે. હાલની પરિસ્થિતિને જોઇ રાજ્ય સરકાર દ્વારા 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી તેમાંથી બનાસકાંઠામાં પણ 5 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

ભારત સરકારના તર્જગનો આપણને ક્યારે વેક્સીનેશન કરવું તે સૂચવે છે તે પ્રમાણે જ કામ થાય છે. આપણે કુલ 3 કરોડ વેક્સીન ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 10 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી તે અનુકુળ ન હતી અને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય અને 10માં પછી ઓછા લોકો વિવિધ ફિલ્ડમાં જતા હશે તેથી આપણે માસ પ્રમોશન આપ્યું છે.

12 ધોરણ પછી અલગ-અલગ યુનિવર્સિટ દ્વારા એન્ટરન્સ પરીક્ષા લેવામાં આવતી હોય છે. એટલે 12માં આપણે માસ પ્રમોશન આપતા નથી. પરંતુ પરિસ્થિતિ જોઇને પરીક્ષા ક્યારે લેવી તેનો નિર્ણય લેવામાં આવશે. હાલ વાવાઝોડાને લઈને સંપૂર્ણ તૈયારી કરાઈ છે. અને NDRDની ટિમો આવી રહી છે. રાજય સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે સરકાર સંપૂર્ણ પણે પ્રયત્નશીલ છે.

રાજયસરકાર દ્વારા ખેડૂતો માટે વ્યાપક યોજનાઓ બનાવવામાં આવી છે. નર્મદાનું પાણી બનાસકાંઠામાં પહોચાડવામાં આવ્યું છે. ઉનાળામાં ખેડૂતોને પાણી મળી રહે તેનું પણ આયોજન કરાયું છે. મ્યુકરમાઇકોસિસ માટે પણ રાજય સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે. ઇન્જેક્શનની અછત ન પડે તેની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *