પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય CM યોગી આદિત્યનાથ, કહ્યું દેશ પહેલા પછી પરિવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પિતા આનંદ સિંહ બીસ્ટ ના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય. આ વાતની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પરિવારને એક…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પિતા આનંદ સિંહ બીસ્ટ ના અંતિમ સંસ્કારમાં સામેલ નહીં થાય. આ વાતની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પરિવારને એક પત્ર લખીને કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમના પૂર્વાશ્રમ ના પિતાનું મોત થયું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાવાયરસ સાથેની લડાઈ માટે પ્રતિબદ્ધ રહેવા માટે પોતાના પિતાના અંતિમ સંસ્કાર ના દર્શન નહીં કરે તેવો પત્ર તેમની પૂર્વાશ્રમની માતાને લખ્યો છે. યોગી આદિત્યનાથે પત્રમાં લખ્યું છે કે, lockdown નું પાલન કરીને પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં ઓછામાં ઓછા લોકો હાજર રહે તે જ તેમના પિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે. યોગી આદિત્યનાથ એક પત્રમાં લખ્યું છે કે પિતાજીના કૈલાસવાસી થવાથી મને ભારે દુઃખ અને શોક છે.

વધુમાં યોગી લખે છે કે, તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરવા માટે ના સંસ્કાર અને બાળપણમાં મારા પિતાએ જ આપ્યા હતા. અંતિમ ક્ષણોમાં તેમના દર્શનની ઈચ્છા છે, પરંતુ વૈશ્વિક મારી કોરોનાવાયરસ વિરુદ્ધ દેશની લડાઈમાં ઉત્તર પ્રદેશની ૨૩ કરોડ જનતાના હિતમાં તેઓ કર્તવ્યથી બંધાયેલા છે. જેથી તેઓ અંતિમ દર્શન નહીં કરી શકે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ પોતાના પિતાના અવસાન પર શોક વ્યક્ત કરતાં પોતાના પરિવારને અપીલ કરી છે કે, lockdown નું પાલન કરવામાં આવે અને પોતે lockdown સમાપ્ત થયા બાદ તેમના અંતિમ દર્શન માટે આવશે. આમ યોગી આદિત્યનાથે રાજ્યની ચિંતા કરીને પોતાના પિતા ના અંતિમ દર્શન કરવાનું ટાળી અને એક જનનાયક હોવાનો દાખલો બેસાડયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *