યોગી આદિત્યનાથનો આદેશ: મુસ્લિમોને રમઝાન દરમ્યાન કોઈ પણ…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ૧૧ સમિતિ ની બેઠક માં ઘણા મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. તેમણે કહ્યું છે કે સુનિશ્ચિત કરવામાં આવે કે પ્રદેશમાં…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ૧૧ સમિતિ ની બેઠક માં ઘણા મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. તેમણે કહ્યું છે કે સુનિશ્ચિત કરવામાં આવે કે પ્રદેશમાં કોઈ ભૂખ્યું ન રહે. સીએમે કોરોના સંક્રમણથી ઉત્પન્ન વિશેષ પરિસ્થિતિઓમાં ગરીબોને રાહત આપવા માટે પ્રદેશમાં 30 જૂન સુધી સાર્વજનિક વિતરણ પ્રણાલીનું સાર્વભૌમિકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે સાથે જ યોગીએ કહ્યું છે કે રમઝાન દરમિયાન લોકોને આવશ્યક સામગ્રીની ઉપલબ્ધતામાં કમી ન પડવી જોઈએ.

મુખ્યમંત્રીએ લોક ભવનમાં બોલાવેલી બેઠકમાં લોકડાઉન ની વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે કોમ્યુનિટી કિચન, ડોર સ્ટેપ ડિલિવરી અને ખાદ્ય વિતરણની વર્તમાન સ્થિતિની જાણકારી લીધી. તેમણે આવશ્યક વસ્તુની સપ્લાય ચેન અને ડોરસ્ટેપ ડિલિવરી વ્યવસ્થા પર સંતોષ વ્યક્ત કરીને આ સેવાઓને વધુ સારી બનાવવા નિર્દેશ કર્યો. તેમણે કહ્યું કે રમજાનના મહિનામાં જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે બધા જ આવશ્યક પ્રબંધ કરવામાં આવે.

કોમ્યુનિટી કિચન અને શેલ્ટર હોમ ચાલુ રાખવા આદેશ

મુખ્યમંત્રીએ કહ્યું કે લોકડાઉન ના સમય દરમિયાન સરકાર દ્વારા વ્યાપક સ્તર પર કોમ્યુનિટી કિચન અને શેલ્ટર હોમ સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થા આવનારા સમયમાં પણ આ પ્રકારે જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કાળા બજાર, જમાખોરી, નફાખોરી સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ વેચવામાં આવે

મુખ્યમંત્રીએ કહ્યું કે 14 દિવસ ક્વારન્ટાઇન નો સમય પૂરો કરી શેલ્ટર હોમથી ઘરે જતા લોકોના સ્વાસ્થ્ય ની તપાસ યોગ્ય રીતે કરવામાં આવે. સાથે જ હોમ ક્વારન્ટાઇન થયેલા લોકોને ખાદ્ય પેકેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે આદેશ આપ્યો કે હોસ્પિટલૉમાં એન-95 માસ્ક, PPE કીટ અને સંક્ર્મણ થી સુરક્ષાના બધા જ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *