McDonald’s રસિયાઓ આંખ ઉઘાડો… અમદાવાદ મેકડોનાલ્ડના કોલ્ડ ડ્રિંક માંથી નીકળી મરેલી ગરોળી- જુઓ વિડીયો

ફાસ્ટ ફૂડ (fast food)માંથી જીવજંતુ (insects)ઓ નીકળવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ઘણી વાર મોટી હોટેલો (Hotel)માં તેમજ નામ ધરાવતી કંપનીઓના ફાસ્ટ ફૂડમાં…

ફાસ્ટ ફૂડ (fast food)માંથી જીવજંતુ (insects)ઓ નીકળવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ઘણી વાર મોટી હોટેલો (Hotel)માં તેમજ નામ ધરાવતી કંપનીઓના ફાસ્ટ ફૂડમાં પણ જીવજંતુઓ નીકળતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની(American fast food company) McDonald’sની કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી(Lizard) મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પહેલા પણ આવા કિસ્સાઓ આવી ચુક્યા છે. ત્યારે ફરી એક વાર અમદાવાદના સાયન્સ સિટી સ્થિત મેકડોનાલ્ડમાં કોકા-કોલામાંથી ગરોળી નીકળતા ખાદ્ય પદાર્થોની જાળવણી અને ગુણવતા સામે સવાલો ઉઠ્યા છે. મળેલી માહિતી મુજબ, ભાર્ગવ જોશી નામના ગ્રાહકના કોલ્ડ ડ્રીંક્સમાં મરેલી ગરોળી જોવા મળી. જે બાદ ગ્રાહક ભાર્ગવ જોશીએ ટ્વીટર પર ફરિયાદ કરી છે. તેમજ તેણે કોકા-કોલામાં ગરોળીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો છે.

આ પહેલી વાર નથી, આ અગાઉ પણ ઘણી વાર મેકડોનાલ્ડના ફુડમાંથી જીવજંતુ નીકળ્યા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યાં છે. છતાં પણ આ મામલે તંત્ર દ્વારા પણ કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી. આ પ્રકારના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ જો કોઇ એક્શન ન લેવાય તો તે ગ્રાહકોના જીવ સાથે રમત રમવા સમાન સાબિત થશે. આ અંગે ચોક્કસ પ્રકારના પગલા લેવાવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *