ગુજરાતીઓ ધાબળા તૈયાર રાખજો, રાજ્યમાં શિયાળાનો થઇ ગયો છે શુભારંભ- આ જીલ્લામાં પડશે સૌથી વધુ ઠંડી

ગુજરાત(Gujarat): ઓક્ટોબર(October)ના અંતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા મહત્વની…

ગુજરાત(Gujarat): ઓક્ટોબર(October)ના અંતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા મહત્વની આગાહી(Cold forecast) કરવામાં આવી છે. રાજ્યના તમામ લોકોને ઠંડી માટે તૈયાર રહેવું જોશે.

હવામાન ખાતાની મોટી આગાહી:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વમાં પવન ફૂંકાવાની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. જેને લીધે દિવાળીના તહેવારો દરમિયાન બેવડી ઋતુનો અહેસાસ થઇ શકે તેમ છે. આગામી 2 દિવસ દરમિયાન તાપમાન હજી પણ યથાવત રહેશે તો ત્યારબાદના દિવસો દરમિયાન પવનની દિશા બદલાશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ જીલ્લામાં પડશે સૌથી વધુ ઠંડી:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં શિયાળાની ઠંડીનો ધીમે ધીમે અહેસાસ થવાનો શરૂ થઇ ગયો છે. જોવા જઈએ તો વહેલી સવારના પોરમાં અને ખાસ કરીને મોડી રાત્રે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બે ઋતુના અહેસાસને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે. તો આ વખતેપણ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતના આ શહેરોમાં આગામી દિવસોમાં ક્યાં કેટલી ઠંડીનો ચમકારો થઇ શકે:
અમદાવાદમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી, વડોદરામાં 21 ડિગ્રી, રાજકોટમાં 28 ડિગ્રી, અરવલ્લીમાં 20 ડિગ્રી, પંચમહાલમાં 19 ડિગ્રી, પાટણમાં 19 ડિગ્રી, સાબરકાંઠામાં 18 ડિગ્રી અને કચ્છમાં 20 ડિગ્રી ઠંડીનો ચમકારો વર્તાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *