મોર્નિંગ વોલ્ક પર જાવ છું કહીને ઘરેથી નીકળ્યા RSA ઓફિસર અને ટ્રેન સામે પડતું મુક્યું જીવન- સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આરએએસ) ના અધિકારી મોહનસિંહ ચરણે સોમવારના રોજ જયપુરના કર્ધની વિસ્તારમાં ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી હતી. રેલ્વે ટ્રેક પર તેમનો મૃતદેહ…

રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આરએએસ) ના અધિકારી મોહનસિંહ ચરણે સોમવારના રોજ જયપુરના કર્ધની વિસ્તારમાં ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરી લીધી હતી. રેલ્વે ટ્રેક પર તેમનો મૃતદેહ જોઇને એક રાહદારીએ પોલીસને આ અંગે જાણ કરી. આ પછી કર્ધની પોલીસ ઘટના સ્થળે ઘસી આવી હતી. શોધખોળ દરમિયાન મૃત અધિકારીના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી, જેમાં લખ્યું છે કે તે માનસિક તણાવમાં હતો અને હું મૃત્યુ પછી કોઈને પરેશાન નહિ કરું.

કર્ધનીના થાનાપ્રભારી રાજેશ બાફનાએ જણાવ્યું હતું કે આર.એ.એસ. મોહનસિંહ ચરણ (53) ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુકવામાં આવ્યા હતા. મોહનસિંહ વૈશાલી નગર વિસ્તારમાં નેમી સાગર કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા. રાજેશ બાફનાના જણાવ્યા મુજબ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ, તેનો મૃતદેહ કનકપુરા ફાટક પાસે રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો હોવાની બાતમી મળી હતી. ત્યારે ઘટનાસ્થળે એક કાર રેલ્વે ટ્રેક નજીક પાર્ક કરેલી મળી આવી હતી.

તેના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવતા પોલીસે મૃતદેહનની ઓળખ કરી અને તેમના સબંધીઓને જાણ કરી હતી. આ પછી મોહનસિંહનો પુત્ર અશ્વિની અને અન્ય લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મોબાઈલ નંબર અને સરનામું પણ લખેલું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન પુત્ર અશ્વિનીએ જણાવ્યું કે, પિતા દરરોજ સવારે કાર લઇને મોર્નિંગ વોક માટે જતા હતા. આજે પણ તે ઘરેથી કાર લઇને મોર્નિંગ વોક પર ગયા હતા. મોહનસિંહ ચરણ દરરોજ ખીરણી ગેટની આસપાસ મોર્નિંગ વોક માટે જતા હતા. હાલમાં આર.એ.એસ. મોહન સિંહ માનસિક હતાશામાં હોવાના કારણો બહાર આવ્યા નથી.

ઘટના સ્થળ પર મૃતદેહ જોઇને પોલીસે શરૂઆતમાં માન્યું હતું કે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે મોહનસિંહ ટ્રેન સાથે ટકરાઈ ગયા હશે, પરંતુ તેમના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવ્યા અને પછી સ્પષ્ટ થયું કે તેણે ટ્રેનની આગળ આવીને આત્મહત્યા કરી લીધી છે. આ પહેલા તે મ્યુનિસિપલ કોર્પોરેશન જયપુરમાં કમિશનર પણ રહી ચુક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *