સામન્ય રીતે સબંધ દહેજના કારણે તૂટે છે, પરંતુ અહિયાં વાત કઈ અલગ જ છે…

મોટાભાગે તમે એવી ઘટનાઓ સાંભળી જ હશે કે જેમાં લગ્નના મંડપમાં દુલ્હા-દુલ્હન સામે હોવા છતાં પણ લગ્ન થઈ શકતા નથી. અને સંબંધો તૂટી જાય છે.મોટાભાગના…

મોટાભાગે તમે એવી ઘટનાઓ સાંભળી જ હશે કે જેમાં લગ્નના મંડપમાં દુલ્હા-દુલ્હન સામે હોવા છતાં પણ લગ્ન થઈ શકતા નથી. અને સંબંધો તૂટી જાય છે.મોટાભાગના સંબંધો તૂટવાના કારણ દહેજ જ હોય છે.પરંતુ આજે અમે તમને એવા સંબંધ તૂટવાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં સંબંધ તૂટવાનું કારણ દહેજ જ નહીં પરંતુ આઈસક્રીમ બન્યો છે.આ ઘટના ઉત્તરપ્રદેશના અલીગઢમાં બનેલી છે. જેમાં છોકરીને જીજાજી ને આઇસ્ક્રીમ નહીં મળવાના કારણે લગ્ન કરવાના બંધ રખાયા હતા. આવો જાણીએ પૂરી ઘટના વિશે.

ઉત્તર પ્રદેશમાં એટા વિસ્તારમાં રહેતા એકતા સોની ના લગ્ન અલીગઢ ના દિપક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. છોકરા અને છોકરી બન્ને પક્ષ દ્વારા લગ્ન અલીગઢમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શુક્રવારે મહેન્દ્રનગર માં લગ્ન ધૂમધામ થી કરવા માં જઈ રહ્યા હતા. લગ્ન પૂર્ણ થયા પછીન પરિવારજનો ની સાથે દુલ્હા-દુલ્હન ભોજન કરી રહ્યા હતા.

છોકરીના જીજાજી લલિત વી રવિ એ આઈસક્રીમ ની માંગ કરી હતી. પરંતુ આઈસ્ક્રીમ પૂરો થઈ જવાના કારણે છોકરીના જીજાજી ને આઈસ્ક્રીમ ન મળી શક્યો. આઈસ્ક્રીમ ન મળવાના કારણે છોકરી અને છોકરા વાળા પક્ષ બંને સામસામે આવી ગયા અને ઝઘડો કરવાનો શરૂ કરી દીધું. થોડાક જ સમયમાં બંને વચ્ચે મારામારી પણ શરૂ થઈ ગઈ.

મારપીટ વખતે ઘરના મોટા લોકોએ મામલો શાંત કર્યો. પરંતુ આ ઘટનાને લઇને છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. ઘરના મોટા લોકો દ્વારા છોકરીને ખૂબ જ સમજાવવામાં આવી પરંતુ તે સમજવા માટે તૈયાર જ ન હતી. હવે આ ઘટનાને શાંત પાડવા માટે બંને પક્ષના વડીલો સમજાવો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *