રાહુલ ગાંધી બાદ હવે વધુ એક દિગ્ગજ નેતા બદનક્ષીના કેસમાં ભરશે ગુજરાતમાં તારીખો? જાણો શું છે સમગ્ર ફરિયાદ

Published on: 11:18 am, Thu, 27 April 23

ગુજરાત(Gujarat): બિહાર(Bihar)ના DyCM તેજસ્વી યાદવ(Tejashwi Yadav)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તેજસ્વી યાદવ વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટ(Ahmedabad Metro Court)માં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી(Rahul Gandhi) બાદ હવે બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ આ ફરિયાદ દાખલ થઇ છે. આ સાથે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો તેજસ્વી યાદવ વિરુધ કરવામાં આવેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ગુજરાતીઓનાં અપમાનને લઈ બિહારનાં નાયબ મુખ્યમંત્રી વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ છે. વિગતો અનુસાર, અરજદાર હરેશ પંડ્યાએ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જો વાત કરવામાં આવે તો, આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ મોદી સરનેમને લઈ આપેલ નિવેદનને લઈ ફરિયાદ દાખલ થયા બાદ તેમને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા આપવામાં આવેલ છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

જો વાત કરવામાં આવે તો અરજદાર હરેશ પંડ્યા દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દાખલ કરવામાં આવેલ ફરિયાદ મુજબ બિહારના DyCM તેજસ્વી યાદવ દ્વારા દરેક ગુજરાતીનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર માધ્યમથી આવા નિવેદન પછી ગુજરાતીઓ પ્રત્યે લોકોને દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે કહ્યું છે કે, તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાતીઓને લઈને ક્યારે આપ્યું હતું નિવેદન ?

ઉલ્લેખનીય છે કે, બિહારના DyCM તેજસ્વી યાદવ દ્વારા 22 માર્ચ 2023નાં રોજ નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં અરજદાર હરેશ પંડ્યા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મુજબ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નહીં હોવાનું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે બિહારનાં DyCM તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે હવે 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.