ગુરુકુળના સ્વામીના આદેશથી ૧૫ વર્ષીય ઠાકોર યુવાનને લોખંડની પાઈપથી બેરહેમીથી માર માર્યો- જુઓ વિડીયો

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે વર્ણીન્દ્રધામ મંદિર આવેલ છે, જ્યાં સમગ્ર રાજ્ય સહિત બહારથી પણ લોકો દર્શનાર્થે તેમજ હરવા-ફરવા માટે આવતાં હોય છે ત્યારે વિરમગામ તાલુકાના ભોજવા ગામે રહેતો સગીર પોતાના મિત્રો સાથે દર્શન કરવા આવ્યો હતો. જે દરમ્યાન મંદિરનાં સ્વીમીંગપુલમાં નહાવા પડતી વખતે કોઈ યુવતિને પાણીના છાંટા ઉડી જતાં બે સીક્યોરીટી ગાર્ડ સહિત સ્વામીજીએ ઢીકા-પાટુ તથા લાકડી વડે મારમારી રૂમમાં પુરી રાખી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પાટડી પોલીસ મથકે ભોગ બનનાર સગીરે નોંધાવતાં ચકચાર પામી હતી.

આ અંગે પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામ સાથે ગોલવાડી દરવાજા પાસે રહેતો સગીર કુલદિપભાઈ રાજુભાઈ ડેલવાડીયા ઠાકોર ઉ.વ.૧૫ પોતાના મિત્રો જયેશભાઈ ઠાકોર, ગટુભાઈ તથા કિશનભાઈ સાથે વિરમગામથી પાટડી ખાતે આવેલ વર્ણીન્દ્રધામ મંદિરે ખાતે દર્શને ગયાં હતાં ત્યારે મંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરની પાછળ આવેલ સ્વીમીંગ પુલમાં નહાવા ગયાં હતાં.

ત્યારે આ સ્વીમિંગમાં છોકરીઓ પણ નહાતી હતી તે દરમ્યાન નહાવા પડતી વખતે ભુલથી કોઈ છોકરીને પાણીનાં છાંટા ઉડયાં હતાં. જે અંગેની જાણ યુવતિએ ત્યાં હાજર રહેલ બે સીક્યોરીટી ગાર્ડને કરતાં બંન્નેએ સગીરને સ્વીમીંગ પુલમાંથી બહાર કાઢી અને બે-ત્રણ ઝાપટ મારી હતી. ત્યાર બાદ મંદિરના સ્વામીના રૂમમાં લઈ જઈ સ્વામીજીએ પણ બે ઝાપટો મારી હતી ત્યારબાદ સીક્યોરીટી ગાર્ડે લાકડી વડે મુંઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

Loading...

તે સમયે સ્વામીજી હાજર હતાં અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો અને સગીરને સાંજના છ વાગ્યા સુધી રૂમમાં પુરી રાખ્યાં બાદ છોડયો હતો અને જે અંગેની જાણ ઘેર આવી પરિવારજનોને કરતાં પાટડી પોલીસ મથકે બે સીક્યોરીટી ગાર્ડ સહિત સ્વામી સામે મારમારી રૂમમાં પુરી રાખવા અંગેની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવાં પામી હતી જે અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી હતી.

આ પહેલા પણ ગુરુકુળ સંસ્થા ના એક સાધુ સગીર બાળકનું શારીરિક શોષણ કરવામાં બદનામ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.