સુરતઃ લોકડાઉનમાં પત્નીને બે પુત્રો સાથે ઘરમાંથી કાઢી મૂકી, ટ્રિપલ તલાક કહી પતિએ આપ્યા છૂટાછેડા

Published on Trishul News at 2:36 PM, Fri, 2 October 2020

Last modified on October 2nd, 2020 at 2:36 PM

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ તલાકનો કાયદો રદ કરવામાં આવ્યો છે તેમ છતાં અવાર-નવાર ગુજરાતમાંથી ત્રણ તલાકની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિએ ઍપ્રિલ માસમાં લોકડાઉનના સમયગાળા (lockdown) દરમિયાન ઘરેથી કાઢી મૂકી હતી.

પતિએ પત્નીને બે પુત્રો સાથે ઘરમાંથી કાઢી મુક્ત પત્ની બે પુત્ર સાથે લીંબાયતમાં રહેવા ચાલી ગઇ હતી. પરંતુ આ દરમિયાન, ઍક મહિના પહેલા તે પુત્રી, જમાઇ અને સંબંધીઓ સાથે ઘરમાં હાજર રહી હતી. ત્યારે પતિઍ ત્યાં આવી ગાળાગાળી કરી હતી અને 3 વખત તલાક.. તલાક… તલાક… (triple talaq) એમ બોલી ચાલ્યો ગયો હતો. જેથી પરિણીતાએ પતિ અને સાસુ વિરૂદ્ધ ગઈકાલના રોજ એટલે કે, બુધવારે લીંબાયત પોલીસ સ્ટેશનમાં (limbayat police station) ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજ રોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર, સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 1998માં લીંબાયત બેઠી કોલોનીમાં સંયુક્ત પરિવારમાં રહેતા રફીક શા બશીર શા સાથે થયા હતા. પરિણીતાના બે દિયરના લગ્ન થતા પરણીતા તેનો પતિ અને માતા અલગ રહેવા ચાલ્યા ગયા હતા. જાકે, લગ્નના ત્રણ માસ બાદ પતિ અને સાસુ નાની-નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. તે દરમિયાન સલમા બે પુત્રી અને બે પુત્રની માતા પણ બની હતી અને બંને પુત્રીના લગ્ન પણ કરાવી દીધા હતા.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પરિણીતાએ જણાવ્યું કે, ગત ઍપ્રિલ માસના અંતમાં લોકડાઉન દરમિયાન સલમાને તેના પતિઍ બંને પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી અને ધમકી આપી હતી કે જા ઘરે આવશે તો જાનથી મારી નાખીશ. તે સમયે સલમાઍ મોટી પુત્રીના ઘરે થોડા દિવસો માટે આશ્રય લીધો હતો. બાદમાં સલમાઍ લીંબાયત વિસ્તારમાં ભાડાનું મકાન લીધું હતું અને ત્યાં બંને પુત્ર સાથે રહેવા માંડી હતી. ગત 6 સપ્ટેમ્બરની સાંજે પાંચ વાગ્યે સલમા, મોટી પુત્રી, જમાઇ અને બે સંબંધી ઘરે હાજર હતા ત્યારે રફીક ત્યાં આવ્યો હતો અને જારથી ગાળો આપી બાદમાં 3 વખત તલાક…તલાક…તલાક… એમ બોલી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "સુરતઃ લોકડાઉનમાં પત્નીને બે પુત્રો સાથે ઘરમાંથી કાઢી મૂકી, ટ્રિપલ તલાક કહી પતિએ આપ્યા છૂટાછેડા"

Leave a comment

Your email address will not be published.


*