આઈટી સેલનો દાવો કેટલો સાચો? પ્રિયંકા ગાંધીએ મજુરો માટે બસ ને બદલે ટુવ્હીલર- રીક્ષા આપી- જાણો સત્ય

છેલ્લા ૨૪ કલાકથી યુપી સરકાર અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ની રાજનીતિ ગરમાઈ રહેલી જોવા મળી રહી છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રવાસી મજૂરોને પરત લાવવા માટે યુપીએ સરકાર પાસે 1000 બસ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેથી આ વાહનોની વિગતો યોગી સરકાર દ્વારા મંગાવતા કોંગ્રેસ દ્વારા તેમને તમામ ગાડીઓની 6 યાદી આપવામાં આવી હતી.

કોંગ્રેસે આપેલી છ યાદીમાં ૧૦૪૯ ગાડીઓની વિગતો મોકલવામાં આવી હતી. જેમાંથી 879 બસ હતી, 31 ઓટોરિક્ષા અથવા ત્રી ચક્રીય વાહન જ્યારે 69 અન્ય ગાડીઓ હતી જેવી કે ટ્રક, એમ્બ્યુલન્સ વગેરે.

આ યાદીમાં 69 ગાડીઓ અન્ય કેટેગરીમાં નોંધાયેલી છે. જેમાંથી 59 સ્કૂલ બસ પણ સામેલ છે. સ્કૂલ બસો ને બસની ની કેટેગરીમાં જોડવામાં આવી નથી. જ્યારે 70 અન્ય વાહનો છે. જેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે યોગી સરકાર આ મામલે રાજનીતિ કરી રહી છે અને જેટલી બસ ની યાદી અપાઈ છે. તે બસ પ્રમાણે કામ કરી રહી નથી. સાથે સાથે પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર ને કહ્યું છે કે, તમારી ઈચ્છા હોય તો ભાજપના પેનલ લગાવી દો પરંતુ અમારી સેવા ને સ્વીકારી લો.

હકીકતમાં પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ સરકાર સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે તેઓ 1000 બસની વ્યવસ્થા કરવા તૈયાર છે. રાજ્ય સરકાર મંજૂરી માટે આ બસ મોકલવાની મંજૂરી આપે. ત્યારબાદ ૧૮મે યુપી સરકારે બસ મોકલવા માટે કહી દીધું હતું. ત્યારથી આ મામલે રાજનીતિ ઉછાળા મારી રહી છે.

આઈટી સેલ દ્વારા પ્રિયંકા ગાંધીએ મજૂરોને ઉલ્લુ બનાવ્યા તેવો દાવો કરીને ટુ-વ્હીલર ઓની યાદી પકડાવી દીધી છે તેવો દાવો કરાઈ રહ્યો છે. જ્યારે યોગી સરકારે જાહેર કરેલ એક દસ્તાવેજ અનુસાર યાદીમાં ક્યાંય ટુ વ્હીલર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: