કોંગ્રેસ અને TMCના 107 MLA ભાજપમાં જોડાશે: જાણો કોણે કર્યો દાવો

ભાજપના નેતા મુકુલ રોયે દાવો કર્યો છે કે, જલ્દી જ કોંગ્રેસ, TMC અને માર્કસવાદી કોમ્યૂનિસ્ટ પાર્ટીના 107 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, અમારી પાસે તેની યાદી તૈયાર છે અને તેઓ અમારા સંપર્કમાં છે. આ અગાઉ પાંચ ધારાસભ્યો અને 100થી વધારે કાઉન્સિલર ભાજપમાં પહેલા જ સામેલ થઇ ચૂક્યા છે.

iAds

નોંધનીય છે કે, 2016માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં TMCને 211, કોંગ્રેસને 44, CPMને 26 અને ભાજપને 3 સીટો મળી હતી. પશ્ચિમ બંગાળમાં બહૂમત માટે 148 ધારાસભ્યની જરૂરીયાત છે. તેવામાં 107 ધારાસભ્ય ભાજપમાં સામેલ થાય તો પણ મમતા બેનર્જીની સરકાર બની રહેશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પછી ભાજપ ના નેતાઓ પશ્ચિમ બંગાળમાં વધુ આક્રમક બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીએમસીના 3 ધારાસભ્યો અને કેટલાક કાઉન્સિલરોએ આજરોજ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેમાં TMC ના દિગ્ગજ નેતા મુકુલ રોયના દિકરી સુભ્રાંશુ રોય પણ જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News