શું ભ્રષ્ટાચારમાં નામ આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નું રાજીનામુ લેશે નરેન્દ્ર મોદી?

કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી ભાજપની રાજ્ય સભા સાંસદ સ્મૃતિ ઇરાની દ્વારા સાંસદ ને મળતી ગ્રાન્ટ માંથી કરવામાં આવતા કામમાં ગોટાળો કર્યો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઈરાની વિરોધ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જનહિત યાચિકા માં હાઇકોર્ટે સખત પગલું લીધું છે. સ્મૃતિ ઇરાની વિરુદ્ધ પોતાના સાંસદ તરીકેની ગ્રાંટમાં ના કામમાં ગડબડી કરવાનું સામે આવ્યા બાદ જે તે કામ કરવા માટે નિમવામાં આવેલી કંપની પાસેથી રકમ વસૂલ કરવા માટે કલેક્ટર પહેલા જ આદેશ આપી ચૂક્યા છે. સીએજીના રિપોર્ટમાં ખુલાસો થયા બાદ ગુજરાતના એક કોંગ્રેસી ધારાસભ્ય હાઇકોર્ટ ના દરવાજા ખખડાવ્યા હતા.

કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એ.એસ દવે અને ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા આ મામલે સરકાર દ્વારા શું તપાસ કરવામાં આવી છે? તેની જાણકારી પણ માંગવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય એવા અમિત ચાવડાએ july 2017 માં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ જનહિત યાચિકા નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજ્યસભા સાંસદ ના રૂપમાં મળેલા ગ્રાન્ટમાંથી બોટ આરોપ કરવામાં આવ્યો છે. જે કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. તે કંપની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો છે. આ મામલે કરવામાં આવેલી તપાસમાં પણ કંઇક કાચું કપાયું હોવાની વાત જનહિત યાચિકા માં કરવામાં આવી છે. આ મામલો બહાર આવ્યા બાદ કામ રાખનાર કંપની વિરુદ્ધ નાણા પરત વસૂલવા માટેના આદેશ પણ કરવામાં આવ્યા હતા.

સંતુષ્ટ કાર્યવાહી ન થવા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ હાઇકોર્ટે કેટલી રકમ વસૂલ કરવામાં આવી તે વિશે પૂછવામાં આવ્યું હતું. જોકે આગામી સુનાવણી 26 માર્ચે થવાની છે પરંતુ તે પહેલા આવેલા કેગ રિપોર્ટમાં સ્મૃતિ ઇરાની સાંસદની ગ્રાન્ટમાંથી ટેન્ડર વગર જ એક એનજીઓને છ કરોડ જેટલી માતબર રકમ ના ટેન્ડર દઈ દેવામાં આવ્યા હતા તે વાતનો ખુલાસો થયો હતો. પરંતુ આ કામો માત્ર કાગળ પર જ થયેલા હોવાનું માલુમ પડતાં જિલ્લા કલેકટરે તપાસ બાદ આ રકમ રિકવર કરવા માટેના આદેશ દેવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ દિલ્હીમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને ગુજરાતના શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 5.93 કરોડ રૂપિયા ટેન્ડર વગર ચૂકવી આપવામાં આવ્યા હતા તેવું બહાર આવ્યું છે તેમ આરોપ લગાવ્યો હતો. આ સાથે શક્તિસિંહ ગોહિલે ભ્રષ્ટાચાર કરવાના આરોપ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ એફ.આઇ.આર કરીને યોગ્ય તપાસ કરાવીને સજા કરવામાં આવે તે વાત પણ કરી હતી. સાથે-સાથે સુરજેવાલા અને શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે, શું નરેન્દ્ર મોદી હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરીને પોતાની બહાદુરી બતાવશે?

Facebook Comments