“ભાજપ સરકાર પાડી દેવાની છે” બોલ્યા ને કોંગ્રેસ નેતાનું સ્ટેજ તૂટ્યુ અને પોતે જ સ્ટેજ સાથે જમીનદોસ્ત થઈ ગયા: વિડીયો

હિમાચલ પ્રદેશમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીનું સ્ટેજ તૂટી ગયું. વિધાનસભાની ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેઓ જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. કોંગ્રેસના…

હિમાચલ પ્રદેશમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીનું સ્ટેજ તૂટી ગયું. વિધાનસભાની ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેઓ જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મુકેશ અગ્નિહોત્રી mukesh agnihoitri જયરામ સરકારને ઘર ભેગી કરીને Himachal Pradesh રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા હતા. પરંતુ, આ દરમિયાન તેનું સ્ટેજ તૂટી ગયું.

હાલના હિમાચલ પ્રદેશના વિપક્ષના નેતા અને હરોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મુકેશ અગ્નિહોત્રીએ પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પછી તેઓ જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. પરંતુ તેની સાથે અપેક્ષા કરતા વધુ કાર્યકરો પણ સ્ટેજ પર ચઢી ગયા હતા.

સ્ટેજના માયરાએ ભાર ન ઉપાડી શકવાને કારણે વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો અસંતુલિત બનીને નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે આના કારણે એકપણ કાર્યકર્તા કે વિપક્ષના નેતાને ગંભીર ઈજા થઈ ન હતી.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રોનો રાઉન્ડ અવિરત ચાલુ છે. આ ક્રમમાં ગુરુવારે વિપક્ષના નેતા અને હરોલી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મુકેશ અગ્નિહોત્રીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ ઉમેદવારી પત્ર ભર્યા બાદ જાહેર સભામાં સંબોધન દરમિયાન વિપક્ષના નેતાનું સ્ટેજ તૂટી ગયું હતું અને સ્ટેજ તૂટવાને કારણે મુકેશ અગ્નિહોત્રી સહિત કોંગ્રેસના અનેક કાર્યકરો અસંતુલિત થઈને નીચે પડી ગયા હતા. જેના કારણે તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ છે અને સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.

સ્ટેજ તૂટવાનું કારણ સ્ટેજ પર ધાર્યા કરતા વધુ કાર્યકરોનું આગમન હતું. સ્ટેજ પડ્યું ત્યારે વિપક્ષના નેતા પણ સ્ટેજ પર હાજર હતા અને કાર્યકરોને સંબોધી રહ્યા હતા. વિડીયો જુઓ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *