મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાની AAPમાં એન્ટ્રી લગભગ નક્કી, અરવિંદ કેજરીવાલે આપ્યું મહત્વનું નિવેદન

પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને લઈને નવજોત સિંહ સિદ્ધુએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેમના પરથી તો એવું લાગી રહ્યું છે કે તે આમ આદમી પાર્ટીમાં…

પંજાબમાં કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને લઈને નવજોત સિંહ સિદ્ધુએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેમના પરથી તો એવું લાગી રહ્યું છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનથી કોંગ્રેસી રાજકારણ ગરમાયું છે. નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના કામના વખાણ કરતા અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, વિરોધીઓ પણ અમારા વખાણ કરી રહ્યા છે તે પરથી સાબિત થાય છે કે અમે એટલે કે આમ આદમી પાર્ટી સારું કામ કરી રહી છે. અમારી કાર્યશૈલીને વિપક્ષ પણ સમજી રહ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુને આ નિવેદનથી પંજાબમાં રાજકીય રીતે ગરમાવો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદોને કારણે નારાજ થયેલા નવજોત સિંહ સિદ્ધુનું આ પ્રકારનું નિવેદન ખુબ જ સૂચક કહી શકાય. નવજોત સિંહ સિદ્ધુએ જણાવતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ મારા કામને ઓળખી બતાવ્યું છે. આજે મેં પંજાબ મોડલ રજુ કર્યું છે, વાસ્તવમાં પંજાબના લોકોને ખબર છે કે, પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજીક્ત મુદ્દા અંગે વિવાદો ચાલી રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ કોંગેસ પાર્ટીમાં અને પંજાબ સરકારમાં મોટા અને મહત્વના હોદ્દાની માંગણી કરી રહ્યા છે. જયારે કેપ્ટન અમરિન્દર સિંહ, નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી અને કોંગ્રેસના પ્રમુખ પણ બનવા દેવા ઈચ્છતા નથી.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની લડાઈ હવે તો દિલ્હી સુધી પહોચી ચુકી છે. જયારે બીજી બાજુ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતીની રચના કરીને આ વિવાદને અહી જ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સિદ્ધુ પોતાની વાતે મક્કમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *