કોંગેસના નેતાઓની તો હવે હદ થઇ, મીડિયા સામે જ પોતાના કાર્યકર્તાને ઝીંકી દીધો લાફો- જુઓ વિડીઓ

Published on: 7:25 pm, Tue, 13 July 21

જયારે પ્રજા પર કોઈ મુશ્કેલી આવે ત્યારે તે સમયે નાસી છુટવાની કોંગ્રેસી નેતાઓની જૂની ટેવ છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે, કોંગ્રેસી નેતાઓ પણ હવે પોતાને સર્વસ્વ માની ચૂક્યા હોય તેવી લાગી રહ્યું છે. ચુંટણી સમયે મતની ભીખ માંગવા આવે અને પાછા ચુંટણી બાદ જ પોતાના જ કાર્યકર્તા સાથે હડધૂત કરતા નજરે ચડ્યા છે.

નેતાઓ પોતાના ઘમંડને કારણે પોતાની ભાન ભૂલી જતા હોય છે અને પોતાના રૂઆબ બતાવતા હોય છે. સાથે તેમના કાર્યકરો પણ નેતાની પાછળ તેમના ભક્ત બનીને પડ્યા હોય છે અને સ્વાભિમાનને પણ નેવે મૂકી દેતા હોય છે. ત્યારે એક ઘટના કર્ણાટકથી સામે આવી છે. કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી.કે. શીવકુમારે પોતાના જ સમર્થકને એક લાફો ઝીંકી દીધો હતો.

સમર્થક ડી.કે શિવકુમારની બાજુમાં આવીના તેમના ખંભા પર હાથ રાખવાનો પ્રયત્ન કરે છે. ડી.કે. શીવકુમાર ભડકતા તેને સરેઆમ લાફો ઝીંકી દીધો હતો. જે વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકો છો. ટૂંકમાં આ વિડીઓથી તમે સીખી શકો છો કે, કોઈ નેતાની ગુલામી હેઠળ રહેતા કાર્યકરોએ કાર્ય ન કરવું જોઈએ.

શિવકુમારે તેમને લોકોની સામે યોગ્ય વર્તન કરવા અંગે કહ્યું. જયારે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ડી.કે.શિવકુમારને જાણ થઇ કે, મીડિયા પણ હાજર છે. ત્યારે તેમણે તેમનો બચાવ કરવા માટે વિડીઓને ડીલીટ કરી દેવાની પણ વિનંતી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.