સુરતના દિગ્ગજ કોંગ્રેસી નેતાનું રાજીનામું પડતા રાજકારણમાં મચ્યો ખળભળાટ

Published on: 2:16 pm, Thu, 21 October 21

સુરત(Surat): સુરત શહેરમાં રાજકારણ(Politics)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત કોંગ્રેસ(Surat Congress)ના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી તારાચંદ કાસટ(Tarachand kasat)નું રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પરથી કહી શકાય કે સુરતમાં કોંગ્રેસ પાર્ટી દિવસેને દિવસે નબળી પડી રહી છે.

congress leaders resignation sparks uproar in politics1 - Trishul News Gujarati Breaking News Amit Chawda, politics, surat, surat congress, Tarachand kasat, અમિત ચાવડા, તારાચંદ કાસટ, રાજકારણ, સુરત, સુરત કોંગ્રેસ

તારાચંદ કાસટએ લેખિતમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chawda) ને રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યું છે કે, કેટલાક સમય થી કોંગ્રેસ માં અનુશાશનની કમી દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં પરિવાર વાળ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. વધુમાં જણાવતા કહ્યું છે કે, કોંગ્રેસનું સંગઠન નબળું સાબિત થયું છે.

સાથે જણાવતા કહ્યું છે કે, કોંગ્રેસના નેતાઓ સરકારનો પ્રબળ વિરોધ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. લોકોમાં કોંગ્રેસ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ ઓછો થયો છે. તેથી હું સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપું છું.

આ પરથી કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીની નબળાઈ સાબિત થઇ રહી છે. ઉપપ્રમુખ પદ પરથી તારાચંદ કાસટનું રાજીનામું પડતા હવે કોંગ્રેસના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ખાલી પડેલા પદ પર અન્ય ક્યાં નેતાને સ્થાન મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.