મજબુત વિપક્ષ ન મળવા દેવા પાછળ જવાબદાર કોંગ્રેસના “ઇન, મીન, તીન” હજી પ્રમુખ બનવા વેવલાવેડા કરે છે

Published on: 2:51 pm, Thu, 10 June 21

છેલ્લા ઘણા દિવસો થી ગુજરાત ના રાજકારણ મા ગરમાટો ચાલી રહ્યો છે. એક બાજુ ગુજરાત ની પ્રખ્યાત ચેનલના એડિટર પદેથી ઇસુદાન ગઢવીના રાજીનામા બાદ તેઓ કઈ પાર્ટીમાં જોડાશે એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ત્યારે બીજી બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ, પ્રભારી અને વિપક્ષ ના નેતા તરીકે કોની કોની વરણી થશે એ તરફ સૌ કોંગ્રેસીઓ મીટ માંડી ને બેઠા છે. ત્યારે છેલ્લા ૨ ૩ દિવસો થી રાજકીય ચહલ પહલ શરૂ થઈ ગઈ છે અને ગુજરાત થી એક પછી એક મોટામોટા નેતાઓ ના દિલ્હી ખાતે અવરજવર શરૂ થઈ ગઇ છે.

સૂત્રો પાસે થી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ભૂતકાળ માં બે બે વાર પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા એવા ભરતસિંહ સોલંકી ને હજુ પણ પ્રદેશ પ્રમુખ બનવાના ઓરતા શમ્યા નથી. ગુજરાત ની જનતા છેલ્લા ૧૦ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી ગઈ હોવાનું કહી રહેલા કોંગ્રેસી નેતાઓએ હવે તે એક સારા વિકલ્પ ની શોધ માં છે ગુજરાતીઓ કોંગ્રેસ ને ટેકો કરવા તૈયાર છે. પરંતુ પ્રદેશ ની નેતાગીરી ના કારણે અસંતુષ્ટ લોકોની લોક ચર્ચા પ્રમાણે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ એ માત્ર પ્રતિક હતા પડદા પાછળ રહીને ‘ભાણીયા ભાઈ’ એ બધા ખેલ પાડેલ અને છેલ્લે ૨૦૨૧ ની મહાનગરપાલિકાની ચુંટણીમા ટીકીટના વેચાણ અને મહિલાઓ સાથેના લફરા મીડીયામા સૌએ જોયા.

કોંગ્રેસના પાયાના કાર્યકરો કહી રહ્યા છે કે, કોંગ્રેસ પક્ષ આવા લોકોને બહારનો રસ્તો દેખાડે તો પક્ષ કેટલો પવિત્ર બને તે અંગે કોંગ્રેસે સર્વે કરવાની જરુર છે. અને કોંગ્રેસ ના સંગઠનમાં જડમુળથી ફેરફાર કરવાની તાતી જરૂરિયાત છે. સાક્ષર અને અનુભવી ગુજરાતીઓ ના મતે બીજુ નામ અર્જુન મોઢવાડીયા છે. તેઓ વિપક્ષના નેતા થયા તે પછીની તમામ ૩ ચુંટણી હાર્યા અને તેના સમય દરમ્યાન કોંગ્રેસ પક્ષ સૌથી વધુ નબળો પડયો. છતાં પણ કોંગ્રેસ હાઇકમાંડ આ બે નામ ઉપર પ્રમુખ પદની ચર્ચા કરે છે તે કમનસીબ બાબત છે. આ બે માથી કોઇપણ પ્રમુખ મુકાશે તો મતદાર એવુ સમજી જશે કે તેમને કોંગ્રેસ ભવનને તાળુ મારવા જ મોકલ્યા છે.

સુરત શહેર કોંગ્રેસ મીડિયા સેલ ના દેવાંગ દેસાઈ નામ ના કાર્યકર સાથે થયેલી વાત મુજબ કાર્યકર્તાઓ ખૂબ રોષે ભરાયેલા છે અને એમનું કહેવુ પણ કઈક આવું જ છે. ગુજરાતની જનતા ૨૦૦૭ થી ભાજપા સરકારથી સતત નારાજ છે અને તે ત્રીજો વિકલ્પ કેમ પસંદ કરે છે. પરંતુ કોંગ્રેસને પસંદ કેમ નથી કરતો? આપ પાસે નથી વિચાર નથી નેતા કે નથી સંગઠન છતા સુરત મહાનગરની ચુંટણીમા ૨૭ બેઠક અને કોંગ્રેસ પાસે આ બધુ છે એવો દાવો કરવામા આવે છતાં ૦ બેઠક કેમ મળી ?

સુરતના હિરેન માંગુકિયા જણાવે છે કે, OBC સમાજ કોંગ્રેસ સાથે છે એવા ગુણગાન ગાનારા કોંગ્રેસના આગેવાનો ગુજરાતમા તમામ પંચાયતી રાજની અને વિધાનસભાની તમામ પેટા ચુંટણીની બેઠક કેમ ગુમાવી ? 1969 બાદ ૪૦ વર્ષમાં પાટીદાર આગેવાનને માત્ર ૨ વર્ષ પ્રદેશ પ્રમુખ પદ મળ્યુ, 2 વર્ષ ક્ષત્રિયને બાકી તમામ OBC સમાજના આગેવાનને સુકાન મળ્યુ છે છતા પરિણામ શુન્ય છે આ નોંધ કોંગ્રેસ હાઇકમાંડ કરી રીતે મુલવે છે તે ગુજરાતના કોંગ્રેસ મતદારોને જણાવે.

તો બીજી તરફ જૂનાગઢ મીડિયા સેલ માં એક્ટિવ કાર્યકર દિવ્યેશ કળસરીયા પણ જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધી કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મા સર્જરી કે દવા કરવાની જરુર છે પરંતુ છેલ્લા ૨૦ વર્ષમા આવી કોઇ દવા થઇ છે?

હાલના કોંગ્રેસના ઇન મીન તીન ગણાતા આગેવાનો સદંતર નિષ્ફળ જતા હોવા છતા તેમના પ્રમુખ પદ માંગવા દિલ્હી હાઇકમાંડ પાસે જવાની હિમત એ જ દેખાડે છે કોંગ્રેસ પક્ષની બદકિસ્મત. ૨૦૧૨ પછી ગુજરાતના ચુંટાયેલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી તે આ ત્રણ ઇન મીન તીનના નેતાના પાપે છોડી છે. તેની નોંધ કોંગ્રેસ પક્ષે લીધી હોત તો આજે દિલ્હીના દરવાજે કોંગ્રેસ પ્રદેશનુ સુકાન માંગવાની હિંમત ન કરેત.

જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા સેલ ના કાર્યકર હિરેન માંગુકિયાનું કેહવુ છે કે ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમા સૌથી નિષ્ફળ પ્રમુખ તરીકે નામ નોંધાવનાર પ્રમુખ અમિત ચાવડા. તેના કાર્યકાળ દરમ્યાન સૌથી વધુ ચુટાયેલ ધારાસભ્યો અને કુલ મળીને ૩૦૦ પ્રથમ અને બીજી હરોળના નેતાઓએ કોંગ્રેસ છોડી છે અને મામા ફઇના થઇને બન્નેના ૧૦ વષઁના પ્રમુખની જવાબદારીના પરિણામે ૫૦૦ કરતા વધુ કોંગ્રેસના આગેવાનોએ પક્ષ છોડયો છે. ચૂંટણી સમયે ટીકીટોનો વેપાર કરવો, ગર્લફ્રેન્ડને ટીકીટ અપાવવી, રાજ્યસભાની ટીકીટ માટે બ્લેકમેલિંગ વગેરે વેવલાવેડા કરનાર હજુ પણ પ્રમુખ પદની આશાએ દિલ્હીમાં બેઠા છે.